દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં, આમ આદમી પાર્ટીએ લગાવી જીતની હેટ્રિક, દિલ્હીવાસીઓએ ભાજપનો આપ્યો જાકારો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગેલમાં, એક બીજા નું મોં મીઠુ કરાવી જીતના વધામણાં કર્યા, દાહોદ શહેરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે રેલી કાઢી જીતની ઉજવણી કરી
દાહોદ તા.11
દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાનમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે . આમ આદમી પાર્ટી 63 સીટથી આગળ છે જ્યારે બીજેપી 7 સીટથી આગળ છે . જોકે આમ આદમી પાર્ટીને 5 જેટલી સીટ પર નુકસાન થવાની શક્યતા છે . કોંગ્રેસનું આ વખતે પણ ખાતું ખુલ્યું નથી. ત્યારે આમ આદમી પાર્ટીની પ્રચંડ જીતથી દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓદ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા ની સાથે શહેરના સ્ટેશન વિસ્તારમાં રેલી કાઢી હતી અને સ્વામી વિવેકાનંદ સર્કલ પર આવી જીતની ઉજવણી કરી હતી તેમજ એક બીજાનું મોં મીઠું કરાવી જીતને વધાવી લીધી હતી.