દાહોદમાં અમલદાર ચોકમાં ચાલતા કતલખાના પર પોલીસના દરોડા પાડી ગૌવંશ કબજે કર્યો :1 ફરાર..

Editor Dahod Live
1 Min Read

દાહોદમાં અમલદાર ચોકમાં ચાલતા કતલખાના પર પોલીસના દરોડા પાડી ગૌવંશ કબજે કર્યો :1 ફરાર..

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં આવેલ કસ્બા અમલદાર ચોક ખાતે દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે એક કતલખાના પર ઓંચિતો છાપો મારતાં એક ઈસમ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી કતલ કરેલ ગૌ વંશ સાથે તેમનું ગૌમાંસ કિંમત રૂા. ૪,૦૦૦નું કબજે કરી ફરાર ઈસમ વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે કસ્બા અમલદાર ચોક ખાતે રહેતો સાદીકભાઈ શેખચાંદ કુરેશીની દુકાનમાં ઓચિંતો છાપો મારતાં સાદીકભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. દુકાનમાંથી ગૌવંશનું ક્રુરતા પુર્વક કતલ કરી માસ વેચાણ કરવા પોતાના આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ગૌવંશ માસનો જથ્થો આશરે ૪૦ કિ.ગ્રા. કિંમત રૂા. ૪,૦૦૦નું ગૌવંશ કબજે કરી ફરાર સાદીકભાઈ શેખચાંદ કુરેશી વિરૂધ્ધ દાહોદ એ.ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————–

Share This Article