રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ભે મુખ્ય પ્રા. શાળાના શિક્ષકશ્રીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન
ગરબાડા તા.06
ગરબાડા ભે મુખ્ય પ્રા. શાળામાં 2014 થી ફરજ બજાવતા શિક્ષક શ્રી પરમાર રાજેશકુમાર અર્જુનભાઈને તારીખ:5મી સપ્ટેમ્બર 2022ના “શિક્ષક દિન” નિમિત્તે બાળકોના શિક્ષણ,શાળા વિકાસ અને સમાજના હિતમાં કાર્ય કરવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનિય શ્રી મયુર પારેખ સરના હસ્તે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માનથી નવાજવામાં આવ્યા.આ ઉપરાંત પ્રજ્ઞા અભિગમમાં ઉત્તમ કામગીરી બદલ તેમને “કર્તવ્ય નિષ્ઠ સન્માન”,”BEST BLO AWARD”,તેમજ”પ્રતિભાશાળી શિક્ષક સન્માન પણ મળેલ છે.તેમને મળેલ આ સન્માન બદલ શાળા પરિવાર, ક્લસ્ટર, અને તાલુકો ગર્વની લાગણી અનુભવે છે.
