ગરબાડા તાલુકાના પાંચવાડા નજીક અજાણ્યા ઇસમો દ્વારા એક બાઈક ચાલકના ખિસ્સામાંથી બે મોબાઇલ ઝૂટવી રફુચક્કર થયો..

Editor Dahod Live
2 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના પાંચવાડા નજીક અજાણ્યા ઇસમો દ્વારા એક બાઈક ચાલકના ખિસ્સામાંથી બે મોબાઇલ ઝૂટવી રફુચક્કર થયો..

બાઈક ચાલક દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગરબાડા તા.06

મળતી વિગતો અનુસાર અલ્કેશકુમાર કનુભાઇ જાતે પરમાર ઉ.વ .૫૦ ધંધો વકીલાત રહે.પંકજ સોસાયટી ચાકલી યા રોડ દાહોદ અને દાહોદ કોર્ટમા તેમજ ગરબાડા કોર્ટમા વકીલાતની પ્રેક્ટીશ કરૂ કરે છે અને તેઓ ની પાસે ઓપો કંપનીનો એફ ૧૧ પ્રો મોબાઇલ તથા બીજો વીવો કંપનીનો વી -૭ પ્લસ ગોલ્ડ મોબાઇલ છે જે હુ વાપરુ છુ . આજ રોજ હુ સવારના અગિયારેક વાગ્યના સુમારે હુ મારા ઘરેથી આ બન્ને મોબાઇલ જેમા ઓપો કંપનીના મોબાઇ કિ.રૂ ૧૦,૦૦૦ તથા વીવો કંપનીના રૂ ૮૦૦૦ નીછે પ્લેઝર ગાડી લઇને ગરબાડા મામલતદાર કચેરી કામ અર્થે ગયા હતા અને કામકાજ પતાવી બપોરના બે વાગ્યાના અરસા માં તેઓ દાહોદ જવા માટે રવાના થયા હતા તે સમયે તેમના બન્ને મોબાઇલ શર્ટના ખીસ્સામા મુકેલ હતા ગરબાડાથી પાંચવાડા થઇ આગળ જતા રોડ ઉપર મહાકાળી માતાના ના મંદીરની આગળ રોડ ઉપર જતો હતો તે વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઇસમો ઉ.વ .૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના જોડે લાવી જેમા પાછળ બેસેલ ઇસમે મારા શર્ટના ઉપરના ખિ સ્સામા મુકેલ બન્ને મોબાઇલ ફોન ચાલુ ગાડીમા કાઢી દાહોદ બાજુ ફુલ સ્પિડે જતા રહ્યા હતા અલ્કેશભાઇએ તેમનો પીછો કરેલ પરંતુ તેઓ હાથ લાગેલ ન હતા જે મોટરસાયકલ કાળા કલરની R – 15 જેવી હોવાનું તેઓએ ફરિયાદમાં લખાવ્યું છે.

Share This Article