રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકામાં તાલુકા કક્ષાના ૭૩ વન મહોત્સવની ઉજવણી નવા ફળિયા બામણિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા કક્ષાના ૭૩ વન મહોત્સવની ઉજવણી વિસ્તરણ રેન્જ દ્વારા ગરબાડા તાલુકાની નવા ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જેમાં. ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન ગણાવા ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં R.FO એમ. એલ બારીયા વિસ્તરણ R.F.O ગોમતીબેન તેમજ ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા ગરબાડા APMC ચેરમેન પ્રતાપભાઈ બામણીયા ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી તાલુકા કક્ષાના ૭૩ વન મહોત્સવની ઉજવણી નવા ફળિયા બમણિયા પ્રાથમિક કરવા માં આવી હતી જેમાં શાળાના સ્ટાફ અને વન વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
