રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ગુલબારમાં મહિલાએ અગમ્ય કારણોસર ખેતરમાં ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગરબાડા તાલુકાના ગુલબાર માં મહિલા એ અગમ્ય કારણોસર ખેતરમાં સીતાફળી ના ઝાડ ઉપર દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે હઠીલા ફળિયામાં રહેતી 35 વર્સીય મહિલા મેતાબેન દિવનભાઈ હઠીલા એ કોઈ અગમ્ય કારોણસર ખેતર માં આવેલ સીતાફળી ના ઝાડે ઓઢણી ના દુપટ્ટા વડે ફાસો ખાઈ લેતા મરણ ગયેલ ઘટના સંદર્ભે મહિલા પતિ દિલીપભાઈ હઠીલા દ્વારા ગરબાડા પોલીસ ને ઘટનાની જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
