રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ તાલુકાના નગરાળા સાયન્સ તેમજ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું…
ગરબાડા તા.22
દાહોદ જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ સોની દ્વારા સાયન્સ કોલેજ અને એમ.એસ.ડબલ્યુ કોલેજ નગરાળા ખાતે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા ની શ્રીમતી ચંદ્રકાંતાબેન જી. ધાનકા સાયન્સ સાયન્સ કોલેજ અને શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ કોલેજ ખાતે દાહોદ જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ સોની દ્વારા કોલેજના યુવાનોને અગ્નિવીર બનવા માટે માહિતી આપવામાં આવી હતી જેમાં 30 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અગ્નિવીર માટે ફોર્મ ભરવા તૈયાર થયા હતા. આ પ્રસંગે શ્રીમતી ચંદ્રકાંતાબેન જી. ધાનકા સાયન્સ કોલેજના આચાર્ય શ્રી નિશીથ જે મોઢીયા, શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ એસ ડબલ્યુ કોલેજના આચાર્ય શ્રી ડૉ. રાજુભાઈ ભુરીયા, ગુર્જર ભરતી બી.એડ. કોલેજના આચાર્ય શ્રી ડૉ. જીતેન્દ્રભાઈ પંચાલ, શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય કમલેશભાઈ સુથાર તમામ સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
