દાહોદ તાલુકાના જેકોટમાં યુવકે ભાભી તેમજ ભત્રીજી ને ઢોર માર માર્યો : ભાઈ એ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના જેકોટમાં યુવકે ભાભી તેમજ ભત્રીજી ને ઢોર માર માર્યો : ભાઈ એ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો..

 

દાહોદ તા.૦૫

 

દાહોદ તાલુકાના જેકોટ ગામે બે મહિલાઓ ઉપર પોતાનાજ પરિવારના એક સભ્યએ ખોટા શક વહેમ રાખી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૯મી જુનના રોજ જેકોટ ગામે જાદા ફળિયામાં રહેતો રૂમાલભાઈ ગલુભાઈ પરમાર પોતાના ગામમાં રહેતાં પોતાના સગા ભાઈ રૂપસીંગભાઈ ગલુભાઈ પરમારના ઘરે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી ચંદ્રિકાબેન રૂપસીંગભાઈ પરમાર અને કેશાબેન રૂપસીંગભાઈ પરમાર ઉપર ખોટા શક વહેમ રાખી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ચંદ્રિકાબેન અને કેશાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે રૂપસીંગભાઈ ગલુભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article