ગરબાડા:25 લાખના ખર્ચે યોજના બે વર્ષથી તૈયાર મીનાકયાર ગામની સિંચાઈ યોજના વીજ જોડાણના કારણે અધૂરી.

Editor Dahod Live
1 Min Read

ગરબાડા:25 લાખના ખર્ચે યોજના બે વર્ષથી તૈયાર મીનાકયાર ગામની સિંચાઈ યોજના વીજ જોડાણના કારણે અધૂરી.

ગરબાડા તા.02

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામે સિંચાઈ વિભાગ દ્વારા બે વર્ષ પૂર્વે 25 લાખના ખર્ચે મીની એલ.આઈ બનાવવામાં આવી હતી આ યોજના દ્વારા ગામના 30 થી 35 ખેડૂતોને સિંચાઈનું પૂરું પાણી પાડવામાં આવવાનું હતું. યોજના બે વર્ષ થી બનીને તૈયાર પણ કરી દેવામાં આવે છે પરંતુ વીજ જોડાણ ન મળવાના કારણે આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી સ્થાનિક આગેવાનો દ્વારા વીર જોડ વીજ જોડાણ માટે અને આ યોજના વહેલી તકે શરૂ કરવા માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ યોજના પૂર્ણ થયાના બે વર્ષ થયા આવ્યા છતાં વીજ જોડાણ ન મળવાના કારણે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચી શક્યું નથી અને આ યોજના  ધુળ ખાઈ રહી છે.

Share This Article