Tuesday, 01/07/2025
Dark Mode

રાજસ્થાનના જોધપુર ની પરિણીતાને મકાન લેવા પૈસા લાવવા સાસરિયાઓ દ્વારા દબાણ કરી ત્રાસ ગુજાર્યો:મહિલાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા

June 30, 2022
        791
રાજસ્થાનના જોધપુર ની પરિણીતાને  મકાન લેવા પૈસા લાવવા સાસરિયાઓ દ્વારા દબાણ કરી ત્રાસ ગુજાર્યો:મહિલાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા

રાજેશ વસાવે ,દાહોદ

 

 

રાજસ્થાનના જોધપુર ની પરિણીતાને મકાન લેવા પૈસા લાવવા સાસરિયાઓ દ્વારા દબાણ કરી ત્રાસ ગુજાર્યો:મહિલાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા

 

દાહોદ, તા.૩૦

 

રાજસ્થાનના જાેધપુર ખાતે પરણાવેલી દાહોદ ગોધરા રોડ, જનતા કોલોનીની ર૭ વર્ષીય છોકરી પતિ અને સાસરીયાઓ દ્વારા મકાન લેવા માટે બાપના ઘરેથી રૂપિયા લાવવા દબાણ કરી ગુજારતા શારિરીક અને માનસિક ત્રાસથી વાજ આવી જતા તેણીએ દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવ્યાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ, જનતા કોલોનીમા રહેતી ર૭ વર્ષીય લવીનાબેનના લગ્ન તા.૧૩.૮.ર૦૧૮ ના રોજ સમાજના રીતરિવાજ મુજબ રાજસ્થાનના જાેધપુર શિવશક્તિનગર, રૂપનગર મહામંદીર ખાતે રહેતા શન્ની પ્રકારચંદ્ર સાવલાણી સાથે થયા હતા. અ ને લવીનાબેનને હાલ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોઈ લગ્ન બાદ થોડોક સમય સારૂ રાખ્યા બાદ પતિ સન્ની તથા સસરા પ્રકાશચંદ્ર દયારામ સાવલાણી, સાસુ પુનમબેન પ્રકાશચંદ્ર સાવલાણી, દીયર દિપક પ્રકાશચંદ્ર સાવલાણી તથા અમદાવાદ સાબરમતી ખાતે રહેતી નણંદ ભારતીએ વગેરે કહેવા લાગેલ કે તુ તારા બાપના ઘરેથી દહેજ લાવી છે તે અમારી હેસીયત પ્રમાણે નથી લાવી અને નવુ મકાન લેવાનું હોઈ જેથી દહેજમાં તુ તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહેતા લવીનાબેને કહેલ કે મારા પિતા આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે ? તેમ કહેતા ઉપરોક્ત પાંચે જણાએ ગાળો બોલી તને ઘરમાંથી કાઢી મુકવાની છે તેમ કહી ધમકી આપી મારઝુડ કરી અવાર નવાર શારિરીક માનસીક ત્રાસ આપતા આવા અવાર નવારના ત્રાસથી વાજ આવી લવીનાબેને દાહોદ મહિલા પોલીસ સ્ટેશને તેના પતિ, સસરા, સાસુ, દીયર તથા નણંદ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!