શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ ખાતે 5 સ્વસહાય જૂથ ની બહેનો ને રેવોલિંગ ફંડ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
દે.બારીઆ તા.27
શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન અંતર્ગત દેવગઢ બારીઆ નગરની 5 સ્વસહાય જૂથની બહેનો 3 માસ બચત બાદ આજ રોજ જૂથના પ્રમુખ મંત્રીને તેમજ સભ્યોને રેવોલિંગ ફંડનો રૂપિયા. 50,000/- નો બેંક ઓફ બરોડાનો ચેક નગરપાલિકા પ્રમુખશ્રી ફારૂકભાઈ એમ જેથરા, ઉપપ્રમુખશ્રી દક્ષાબેન એમ.નાથાણી ચીફ ઓફિસશ્રી કે. પી પરમાર, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝરશ્રી રવિન્દ્રસિંહ રાઠોડ,મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવા, ક્લાર્ક કિરીટભાઈ મિનામા, તેમજ સી.એલ.સી મેનેજર પ્રણાલીબેન ખેરડે શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો …