Thursday, 26/12/2024
Dark Mode

ફતેપુરામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ યોજાયો. રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ ના હસ્તે ધ્વજ ને સલામી અપાઇ.

ફતેપુરામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ યોજાયો. રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ ના હસ્તે ધ્વજ ને સલામી અપાઇ.

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ યોજાયો.રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ ના હસ્તે ધ્વજ ને સલામી અપાઇ.સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરસ્વતી શિશુવિહાર બલૈયા એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.

સુખસર/ફતેપુરા તા.26

દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ફતેપુરામાં યોજાયો હતો રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ ના હસ્તે ધ્વજ ને સલામી અપાઇ હતી પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી સરકારની વિવિધ સહાય યોજનાઓ ના ટેબ્લો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

        71 માં પ્રજાસત્તાક પર્વ ની જિલ્લા કક્ષાની ઉજવણી ફતેપુરા ખાતે યોજાઇ હતી રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે ધ્વજ વંદન કરાવ્યો હતો કલેકટર વિજય ખરાડી સહિત પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ગાન સાથે તિરંગાને સલામી અપાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા પરેડ યોજાઇ હતી સરકારની વિવિધ યોજનાના ટેબ્લો નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડોગ સ્ક્વોડ અને સ્વાનની પણ પરેડ યોજાઈ હતી સુખસર બલૈયા ફતેપુરા ની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ વિદ્યાર્થીઓ ખેલાડીઓનું સન્માન કરાયું હતું સ્વાતંત્ર્ય સેનાનીનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું કાર્યક્રમમાં કલેકટર વિજય ખરાડી જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર ધારાસભ્ય રમેશભાઈ કટારા શૈલેષભાઈ ભાભોર ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરાભાઈ પ્રજાપતિ માર્કેટયાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર આગેવાન પંકજભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સરસ્વતી શિશુ વિહાર શાળા બલૈયા દ્વારા અંગ્રેજ શાસનકાળમાં ભારત દેશ માટે લડી રહેલા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ને ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા જેનું પાત્રો સાથે નું નાટક ભજવવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને આ નાટક થી ઉપસ્થિત લોકોમાં આંખોમાં આંસુ આવી ગયા હતા જે કાર્યક્રમ નો પ્રથમ નંબર આવતા મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!