દાહોદમાં વરસાદી માહોલ વચ્ચે શોર્ટસર્કિટ થતાં વીજ ઉપકરણો બળ્યા..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

દાહોદમાં વરસાદી માહોલ વચ્ચે શોર્ટસર્કિટ થતાં વીજ ઉપકરણો બળ્યા..

 

 

દાહોદ તા.૧૩

 

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં ગતરોજ વરસાદના માહોલ વચ્ચે વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતાં ટી.વી., કોમ્પ્યુટર, સી.સી.ટી.વી. કેમેરા વિગેરે ઉપકરણો બળી જવા પામ્યા હતાં.

 

ગતરોજ દાહોદ શહેરમાં વિજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. આ દરમ્યાન દાહોદ શહેરમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને ઘણા સ્થળોએ વીજ ડીપીઓમાં પણ શોર્ટ સર્કિટ થવા પામ્યાં હતાં ત્યારે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે વરસતા વરસાદ વચ્ચે વિસ્તારમાં અચાનક વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતાં વિસ્તારના રહેણાંક મકાનોના ટી.વી., કોમ્પ્યુટર, સી.સી.ટી.વી. કેમેરા વિગેરે જેવા ઉપરકણો બળી ગયાં હતાં. લોકોના ઉપકરણો બળી જતાં ખુબ મોટુ નુકસાન થયું હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી.

Share This Article