ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સમાજ કલ્યાણ અધિકારીને પત્ર લખી રજૂઆત કરાઈ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સમાજ કલ્યાણ અધિકારીને પત્ર લખી રજૂઆત કરાઈ.

 

ગરબાડા તા.28

 

ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષા બેન અર્જુનભાઈ ગણાવા જેમાં તેમના દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે એ સમાજ કલ્યાણ અધિકારી ગરબાડા તાલુકા પંચાયતમાં ફાળવેલ છે જે કર્મચારી અઠવાડિયાના એક દિવસ તાલુકામાં પ્રત્યે હાજર રહેવાનું હોય છે

જેમાં દાહોદ માથી ફાળવેલ સમાજ કલ્યાણ અધિકારી ગરબાડા આજ દિન સુધી ગરબાડા તાલુકા પંચાયત માં આવેલ નથી જે ગરબાડા તાલુકાના આમ જનતાને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે આ બાબતે તાલુકા પંચાયત સભ્યો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે જેમાં તે કર્મચારી કયા કારણોસર તાલુકા પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી અને આ કર્મચારીને અન્ય કોઈ જગ્યા પર બદલી કરી આપવા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યુ હતું અને તેમની જગ્યા પર કોઈ રેગ્યુલર કર્મચારી ફાળવી આપવા અને આમ જનતાના પ્રશ્નો નિકાલ લાવી શકે તે માટે પત્રલખી રજૂઆત કરવામાં આવી હતી

Share This Article