
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા:આઈ.કે . દેસાઈ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
વય નિવૃત શિક્ષક શ્રી દેવ કરણ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલ માં છેલ્લા 32 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા શ્રી દેવકરણ રાઠોડ વય નિવૃત થતા તેઓનો વિદાય સંભારમ શ્રી આઈ કે દેસાઈ હાઈ સ્કૂલ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ જે પટેલ ના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવેલ હતો જેમાં અતિથિવિશેષ તરીકે દાહોદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગજેન્દ્ર ભાઈ પરમાર સહીત શાળાના આચાર્ય શ્રી હેમંતભાઈ પંચાલ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો શિક્ષિકા બહેનો હાજર રહ્યા હતા હાજર રહેલ મહાનુભવ દ્વારા વય નિવૃત્ત શિક્ષક શ્રી નું ફુલહાર કરી શાળ ઓઢાડી શ્રીફળ આપી બહુમાન કર્યું હતું અને તેઓનું નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય એવા આશીર્વાદ આપ્યા હતા