Saturday, 20/04/2024
Dark Mode

દાહોદમાં એમજીવીસીએલથી ઇન્દોર રોડ ને જોડતા માર્ગની કામગીરી ખોરંભે પડી

May 4, 2022
        705
દાહોદમાં એમજીવીસીએલથી ઇન્દોર રોડ ને જોડતા માર્ગની કામગીરી ખોરંભે પડી

સુમિત વણઝારા

 

દાહોદ તા.૦૪

 

દાહોદ શહેર માટે જીવાદોરી સમાન રસ્તો એવો એમજીવીસીએલથી ઈન્દૌર હાઈવે તરફ જતા માર્ગ ઉપર બ્રીજ બનવાનો હતો પરંતુ કોઈક કારણોસર આ બ્રીજનું કામકાજ છેલ્લા ઘણા વર્ષાેથી અટવાઈ પડ્યું છે જેને પગલે દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જાે આ બ્રીજનું નિર્માણ વહેલીમાં વહેલી તકે કરવામાં આવે તો મોટા અને ભારે વાહનોની અવર જવર આ બ્રીજથી થશે તો દાહોદમાં ચોક્કસ પણ ટ્રાફિકનું ભારણ ઓછુ થાય તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

 

દાહોદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને તેમાંય મોટાભાગના જાહેર માર્ગાે ઉપર ભારે અને મોટા વાહનોની અવર જવરને પગલે ટ્રાફિક વધી રહ્યો છે તેમાંય હાલ દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્માર્ટ સીટી અંતર્ગત નાના મોટા કામકાજાે પણ ચાલી રહ્યાં છે જેને પગલે પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્‌ભવી રહી છે. ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં કલાકોનો સમય લાગી રહ્યો છે અને તેમાંય હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીથી રેબઝેર થઈ રહ્યાં છે ત્યારે વર્ષાે પહેલા દાહોદ એમ.જી.વી.સી.એલ. થી ઈન્દૌર હાઈવે તરફ જતો બ્રીજનું નિર્માણનું કામકાજ કોઈક કારણોસર ખોરંભે પડ્યું છે. આ બ્રીજ બની ગયો અને કેટલાંય સમયથી બાકી રહેલ કામકાજ બંધે છે જેને કારણે આ બ્રીજ પરિપુર્ણ રીતી બનવા પામ્યો નથી. હાલ દાહોદ શહેરમાં કેટલાંક રસ્તાઓમાં કામકાજ ચાલે છે જેને પગલે ખાનગી જગ્યાઓએથી ડાઈવર્ઝન આપવાની ફરજ રહી છે. ખાવની જગ્યામાંથી ડાઈવર્ઝન આપને પગલે ત્યાંથી મોટા અને ભારે વાહનોના પસાર થવાને કારણે શહેરમાં વધુ ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્‌ભવવા પામી રહી છે માટે આ રસ્તો બની જાય અને વહેલામાં વહેલી તકે શરૂં થઈ જાય તો અનાજ માર્કેટથી લઈ જે ટ્રાફિક છે તેને થોડી સરફતા મળે સહુલીયત ઉભી થાય તેમ છે તેમજ દાહોદ શહેરમાંથી ટ્રાફિકનું ભારણ થોડુ ઘટે તેમ જણાઈ રહ્યું છે. આ બ્રીજનું નિર્માણ શા માટે અધુરી પડ્યું છે ? શા માટે કામકાજ કરવામાં નથી આવતું ? તેનું શું કારણ છે ? તે હાલ ચોક્કસ પણ જાણી શકાયું નથી પરંતુ જે તે સમયે આ બ્રીજ બનવાનો હતો ત્યારે જે લોકોએ આ બ્રીજ બનાવવા માટે સહમતિ આપી હતી અને વાહ વાહી બટોરી હતી તે લોકો અત્યારે ક્યાં છે ? હાલ આ કામગીરી બંધ છે ત્યારે તમામ પ્રશ્નોના જવાબ દાહોદ શહેરવાસીઓ જાણવા માંગે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!