ગરબાડા તાલુકાના ખારવા ગામે ભારત પેટ્રોલિયમ સામે દાહોદ ગરબાડા હાઇવે પર છકડા ને અકસ્માત નડ્યો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાના ખારવા ગામે ભારત પેટ્રોલિયમ સામે દાહોદ ગરબાડા હાઇવે પર છકડા ને અકસ્માત નડ્યો.

 ગત રાત્રીના સમયે ગરબાડા ના ખારવા ગામે ભારત પેટ્રોલપંપ સામે અજાણ્યા વાહન ચાલકે છકડા ને પાછળ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં છકડા ચાલક તેમજ તેમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત ની જાણ થતાં આસપાસ ના લોકો દોડી આવતા ઇજાગ્રસ્ત ડ્રાઈવર અને તેમાં સવાર વ્યક્તિને બહાર કાઢી .

એમ્બ્યુંલેન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છકડા ને ટક્કર મરનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

Share This Article