ગરબાડામાં આરોગ્ય કર્મીઓએ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- દાહોદ

 

ગરબાડામાં આરોગ્ય કર્મીઓએ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..

 

ગરબાડા તા.07

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષા બેન અર્જુનભાઈ ગણાવા ને તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે ગરબાડા તાલુકાના હેલ્થ સર્વિસ અને મેડિકલ સર્વિસના તબીબો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે GMT, GMERAS, INSERVICE, DOCTOR અને હેલ્થ સર્વિસ મેડિકલ સર્વિસ ESIS ના પડતર પ્રશ્નો અને માંગણી ની રજૂઆત ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોર્મ દ્વારા વિવિધ સ્તરે કરવામાં આવે છે તદુપરાંત સરકારી કક્ષાએ બેઠક થયેલ છતાં આજદિન સુધી કોઇ પણ આદેશ થયો નથી

જેમાં રાજ્ય સેવામાં રહેલા કાર્યરત છે તેમ ના પ્રશ્નો અને માંગણીઓ આ સાથે રાખવામાં આવેલ છે જેને હકારમાં ઉકેલ અથવા એસોસિએશન તરફથી આદેશ ન મળે ત્યાં સુધી દાહોદ જિલ્લા ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશન સાથે જોડાયેલા તમામ તારીખ ૪/૪/2022 થી હડતાલ પર ગયા જે બાબતે ગરબાડા તાલુકાના આરોગ્ય વિભાગના તબીબો ડોક્ટર છો દ્વારા તાલુકા પંચાયત ગરબાડા ના પ્રમુખ ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકાના ડોક્ટર આર કે મહેતા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article