
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરામાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું તિલક કરી મોં મીઠું કરી આવકાર્યાં
શાળાના આચાર્ય હેમંતભાઈ પંચાલ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું
ફતેપુરા તા.28
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઇ સ્કૂલમાં આજરોજ શરૂ થતી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામા પરીક્ષા આપવાના સમયે શ્રી આઈ કે દેસાઇ હાઈસ્કૂલના આચાર્યશ્રી હેમંતભાઈ પંચાલ મેડમ શિક્ષિકા બેન તેમજ શિક્ષક દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી ગોળ ચખાડી મીઠું કરાવીને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ફતેપુરા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પી.એન પરમારે શાળામાં ચાલતી બોર્ડની પરીક્ષાની કામગીરી ને નિહાળી હતી તેમજબોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એ કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે માટે ફતેપુરા પીએસઆઇ સીબી બરંડા અને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.