Thursday, 28/03/2024
Dark Mode

સંતરામપુરમાં ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયા આયોજીત કડાણા અને માહી બંધના અસરગ્રસ્તોને એક જાજમ પર લાવવા પ્રયાસોં હાથ ધરાયા 

March 27, 2022
        1224
સંતરામપુરમાં ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયા આયોજીત કડાણા અને માહી બંધના અસરગ્રસ્તોને એક જાજમ પર લાવવા પ્રયાસોં હાથ ધરાયા 

ઈલ્યાસ શેખ સંતરામપુર

સંતરામપુરમાં ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયા આયોજીત કડાણા અને માહી બંધના અસરગ્રસ્તોને એક જાજમ પર લાવવા પ્રયાસોં હાથ ધરાયા 

 

સંતરામપુર તા.27

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દરીયાવાદ તાલુકાના બલાલીયા પાલ સીતામાતા વન અભ્યારણ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ઘુઘસના સામજીભાઇ પારગીની વીરભુમિ ઉપર ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયા આયોજીત કડાણા અને માહી બંધના અસરગ્રસ્તોને એક ઝાઝમ ઉપર લાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.જેની ફળશ્રૃતિ આપ જોઇ શકો છો દર વર્ષે રાતભર ભજન સંધ્યા સહીત આપકી કહાની આપકી બાત રજુ કરવામાં આવે છે સાથે હલમાં ( લાહ) નો કાર્યક્રમ ચાલે છે.હલમાં ધ્વાર પારસમાતાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે સાથે આ જગ્યા ઉપર રંગપાંચમના તહેવારને કેન્દ્રમાં રાખી સામુદાયિક આદિવાસી રાડ ખેલવામાં આવે છે.ચાલું વર્ષે 50 એકરના ક્ષેત્રમાં પુનઃવિસ્થાપિતો પહાડી એરીયાના ખભે ખભો મિલાવીને એક તાંતણે એક અવાજે પ્રતિજ્ઞા લીધી હતી કે લગ્નમાં ડીજે વગાડીશું નહી.સાદું ભોજન દેશી પતરાળામાં જમીશું કન્યાના દહેજમાં માત્ર ચાંદીના ત્રણ દાગીના જ ચઢાવીશું સાથે નસીલા પદાર્થોનું સેવન બિલકુલ કરીશું નહી ગુરુગોવિંદ તેમજ જયોતિસર મહરાજે ચલાવેલ ભક્તિ આંદોલનને વેગવાન બનાવીશું સાથે બાળકોને ભણાવીશું ખોટા ખર્ચા બિલકુલ કરીશું નહી.આ પ્રસંગે ડો મુકેશભાઇ પારગી અધ્યાપક ગણેશભાઇ પારગી,ડો દોલતરામ પારગી બોરવણીયા પાલ,સમાજસેવી ધુલેશ્વર પારગી ,અધ્યક્ષ કનૈયાલાલ પારગી આ રાડના મેળાને સફળ બનાવવા અહંમ યોગદાન આપેલ છે.જ્યારે ભીલ પારગી પરીવારના અર્જુનસિંહ પારગીએ પોતાની કારકિર્દીમાં ત્રણ ત્રણ મેળા બાંધી આદિવાસી સમાજને એક ઝાઝમ ઉપર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હોઇ જેની નોંધ આમ જનતાએ લીધી હતી ફતેપુરાના માજી બી.આર.સી મુકેશભાઇ પારગીએ ભીલ પારગી સેવા સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી સંતરામપુર તાલુકાના કડાણા મહીસાગર ડેમ બંધ દરમિયાન અસરગ્રસ્તો ભંડારા નાનીકયાર મોટીકયાર ખેડાપા તમામ ગામનો પરિવારો ૧૯૬૧માં રાજસ્થાનમાં છુટા છવાયા જંગલ વિસ્તારની અંદર સંતરામપુર તાલુકાના પરિવાર વસી ગયું હતું હજી એકત્રિત કરવા માટે અર્જુનભાઈ પારગી છેલ્લા ત્રણ વર્ષથી મહેનત અને સંપર્ક કરીને આ ગામના પરિવારોની મિલન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!