
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ઝરી ખરેલી ગામની મહિલાના સંઘર્ષની કહાની..
*પુત્ર રત્નની આશામાં દંપતીને ત્યાં ૧૬ પુત્રીઓ બાદ એક પુત્રનો જન્મ થયો*
૭ દીકરા – દીકરીમાં ભેદ નહીં રાખવાની માનસિકતા ભલે ધીમે ધીમે ઓછી થતી જાય પરંતુ ગામડાંઓમાં હજી પણ ભેદભાવ જોવા મળે છે
આદિવાસી વિસ્તાર ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામમાંદીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ હોય કે ન હોય પરંતુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ૧૬ દીકરી અને એક દીકરાની માતા બે ભાઈઓની જમીનમાં ભાગીદારીથી ખેતી કરી ગુજરાન ચલાવી રહી છે . જ્યારે ચાર દીકરીઓ પણ માતાને મદદરૂપ થઇ રહી છે .
ગરબાડા તા.08
ગરબાડાના ઝરી ખરેલી ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ ( ઉ.વ. આશરે ૫૪ ) નાં લગ્ન કનુબેન ( ઉ.વ. આશરે ૫૦ ) સાથે દંપતીની ઉંમર ૧૫ થી ૧૭ વર્ષની હતી , ત્યારે લગ્ન થયા હતાં . લગ્ન બાદ રામચંદ ભાઈના ઘરે પુત્ર રત્નની આશામાં એક પછી એક એમ કુલ ૧૬ દીકરીઓના જન્મ બાદ ૧૭ મા સંતાનમાં વર્ષ ૨૦૧૧ મા પુત્રનો જન્મ થયો હતો . જેમાં ૧૬ દીકરીઓ પૈકી બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામી હતી . તેમજ ચાર દીકરીઓના લગ્ન કરી દેવામાં આવ્યા છે . હાલમાં પાછલા પાંચ વર્ષથી કનુબેનના પતિને ચાલવામાં તકલીફ પડતી હોવાના કારણે સમગ્ર પરિવારની જવાબદારી તેઓના માથે આવી ગઈ હતી . જોકે કનુબેને હિંમત હાર્યા વિનાખેતીકામ પોતાના હાથમાં લઈ લીધું હતું . બીજી તરફ તેમની ચાર દીકરીઓ જેમના લગ્ન થઈ ગયા છે , તેઓ પણ પરિવારને મદદરૂપ થવા માટે સુરત મજૂરી કામ માટે ગઇ હોવાનું તેમના પિતાએ જણાવ્યુ હતું . માતા કનુબેન ઘરની જવાબદારી અને ખેતીવાડી સંભાળવા ઉપરાંત પોતાના બાળકોનું તો ધ્યાન રાખે જ છે .સાથે સાથે પોતાની દીકરીઓનાં પણ સંતાનો તેમની પાસે જ રહે છે . કનુ બેનની ચાર દીકરીઓને કુલ ૧૦ સંતાનો છે . જે પૈકી ૨ દીકરીઓ છે , જ્યારે ૮ દીકરાઓ છે . આમ પરિવારના ગુજરાન માટે માતા અને દીકરીઓ હિમતભેર કામ કરી રહ્યા છે . જે સ્ત્રી શક્તિ અને માતૃશક્તિનો જીવતો જાગતો પૂરાવો આપી રહ્યા
*૧૭ સંતાનો પૈકી બે દીકરીનું બીમારીના કારણે મૃત્યુ થયું*
દંપતીના ૧૭ સંતાનો પૈકી બે પુત્રીઓ નાનપણમાં મૃત્યુ પામી હતી . પિતાએ જણાવ્યું હતું . કે , બંને દીકરીઓ બે થી સાત માસની હતી ત્યારે બીમારીના કારણે મૃત્યુ થયું હતું . જેથી હાલ દંપતીને ૧૫ સંતાનો છે . જેમાં પુત્રની ઉંમર ૧૦ વર્ષની છે .
*દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામના દંપતીન પુત્રરત્નની આશામાં ૧૬ દીકરીઓના જન્મ બાદ એક પુત્રનો જન્મ થયો હતો . ફાઇલ તસવીરમાં દંપતીના ૧૫ સંતાનો નજરે પડે છે .*