દેવગઢબારિયા નગરમાં ધમધમતા વરલી મટકાના જુગાર ધામ પર LCB નો છાપો: 7 ખેલીઓ ઝડપાયા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દે.બારિયા નગરમાં ધમધમતા વરલી મટકાના જુગાર ધામ પર LCB નો છાપો: 7 ખેલીઓ ઝડપાયા..

દાહોદ તા.29

દેવગઢ બારીયા નગરના સમડી સર્કલ પાસે ચાલતા વારલી મટકાના જુગાર ધામ પર ત્રાટકેલી એલસીબી પોલીસે 16 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ખેલીઓને ઝડપી જેલ ભેગા કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

 દેવગઢ બારીયા નગરના સમડી સર્કલ ઉપર ભે દરવાજાના રહેવાસી (1) જાકીરહુસેન અનવરહુસેન (2) જગત ભારૂમાલ જાતે હરિજન (3) સુનિલ ઇન્દ્ર ભાઈ દંતાણી (4) ગોપાલ અમરસિંગ બારીયા (5) બાબુ ભાઈ જેસીંગ ભાઈ જાતે હરિજન (6) સહીત સત્તર ભાઈ પટેલ (7) ગોપાલ સનીલાલ રાણા તે તમામ રહેવાસી દેવગઢ બારીયા ભેગા મળી જાહેરમાં વરલી મટકા નો જુગાર રમી રહ્યા હતા. તે સમયે એલસીબી પોલીસે દરોડો પાડી 16 હજારના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.

Share This Article