Friday, 18/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ,આરોગ્ય કર્મીઓ તેમજ ખાનગી તબીબ સંક્રમિત થયા:દાહોદ જિલ્લામાં 75 નવા દર્દીઓના રેકોર્ડબ્રેક વધારો થતાં એક્ટિવ કેસોનો આંક ત્રિપલ સેન્ચ્યુરી નજીક પહોંચ્યો

January 19, 2022
        959
દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ,આરોગ્ય કર્મીઓ તેમજ ખાનગી તબીબ સંક્રમિત થયા:દાહોદ જિલ્લામાં 75 નવા દર્દીઓના રેકોર્ડબ્રેક વધારો થતાં એક્ટિવ કેસોનો આંક ત્રિપલ સેન્ચ્યુરી નજીક પહોંચ્યો

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ,આરોગ્ય કર્મીઓ તેમજ ખાનગી તબીબ સંક્રમિત થયા

દાહોદ જિલ્લામાં 75 નવા દર્દીઓના રેકોર્ડબ્રેક વધારો થતાં એક્ટિવ કેસોનો આંક ત્રિપલ સેન્ચ્યુરી નજીક પહોંચ્યો..

ઝાયડસ હોસ્પિટલના ત્રણ આરોગ્ય કર્મીઓ તેમજ દાહોદના બે ખાનગી તબીબો કોરોના સંક્રમિત...

દાહોદમાં વધતા જતા કોરોના સંક્રમણની વચ્ચે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઝાયડસ હોસ્પિટલની મુલાકાતે 

દાહોદ શહેરમાં કોરોના સંક્રમણમાં તોતિંગ વધારો:આજે વધુ 34 દર્દીઓ કોરોના મુક્ત થયા 

 દાહોદ તા.19

દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમાણે વિકરાળ રૂપ ધારણ કર્યું હોઈ તેમ પ્રતીત થઈ રહ્યું છે દાહોદમાં આજરોજ 38 કોરોનાના કેસો મળી જિલ્લામાં કુલ 75 જેટલાં કેસો નોંધાતા છેલ્લા બે દિવસમાં 138 જેટલાં કોરોના સંક્ર્મણના કેસો નોંધાતા શહેર સહિત જિલ્લામાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લામાં રોકેટગતીએ વધી રહેલા કોરોના સંક્ર્મણને લઇ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ ચિંતાતુર બન્યું છે.ત્યારે જિલ્લા કલેકટર શ્રી હર્ષિત ગોસાવી,જિલ્લા વિકાસ અધિકારીતેજસ પરમાર,મુખ્ય આરોગ્ય અધિકારી સહીતનો કાફલો આજરોજ ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો 

દાહોદ શહેર સહીત જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના સંક્રમણે અજગરી ભરડો લેતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.ત્યારે આરોગ્ય વિભાગ દદ્વારા ગઈકાલે RTPCR ના 1556 તેમજ રેપિડના 837 સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલ્યા હતા જેમાંથી દાહોદ શહેરમાંથી 31 દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 07 કેસો મળી એકલા દાહોદમાંથી 38 જેટલાં કેસો નોંધવા પામ્યા હતા.જયારે ઝાલોદ ગ્રામ્યમાંથી 10 દે.બારીયામાંથી 05 લીમખેડામાંથી 06 સીંગવડમાંથી 04 ગરબાડામાંથી 02 ધાનપુરમાંથી 02 ફતેપુરામાંથી 01 અને સંજેલીમાંથી 07 કેસો મળી કુલ 75 કેસો નોંધાતા ભયની સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આજરોજ વધુ 34 લોકો કોરોના મુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ત્યારે એક્ટિવ કેસોનો આંક ટ્રિપલ સેન્ચુરી નજીક પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!