Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા, દાહોદ શહેરના 45 મળી જિલ્લામાં નવા 82 દર્દીઓનો વધારો..

January 20, 2022
        708
દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા, દાહોદ શહેરના 45 મળી જિલ્લામાં નવા 82 દર્દીઓનો વધારો..

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા, દાહોદ શહેરના 45 મળી જિલ્લામાં નવા 82 દર્દીઓનો વધારો…

દાહોદ તા.20

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતાની લહેર પ્રસરી જવા પામી છે.જેમાં દાહોદ શહેરના 45 મળી જિલ્લામાં 82 કેસોનો વધારા સાથે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસો ડબલ સેન્ચ્યુરી પાર કરતા શહેર સહીત જિલ્લાવાસીઓમાં ભયની સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા દિનપ્રતિદિન પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના ના કેસોમાં  રોકેટ ગતિએ વધારો 220 જેટલાં નવા દર્દીઓનો વધારો થવા પામ્યો છે. જયારે આરોગ્ય વિભાગે ગઇકાલે  RTPCR ના 2467 તેમજ રેપીટ ટેસ્ટના 810 સેમ્પલો પરીક્ષણ માટે મોકલ્યા હતા.જેમાં વધુ 82 કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં.જેમાં દાહોદ અર્બન વિસ્તારમાંથી 45, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 03, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી 03, ઝાલોદ ગ્રામ્યમાંથી 08 , દેવગઢ બારીઆ અર્બનમાંથી 02, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 07, લીમખેડામાંથી 04, સીંગવડમાંથી 03, ગરબાડામાંથી 04 અને ફતેપુરામાંથી 04 કેસોનો સમાવેશ થાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!