
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં ચુંટણી ફરજ પર હાજર નહીં થતાં 12 જેટલાં કર્મચારીઓ વિરુદ્ધ પકડ વોરંટ ઈસ્યુ થયું
મામલતદારશ્રી ફતેપુરા દ્વારા ચૂંટણી ફરજ પર હાજર નહી થતા 12 શિક્ષક વિરૂદ્ધ નીકળેલું પકડ વોરંટ
ફતેપુરા તા.18
ફતેપુરા તાલુકાના ૩૨ ગ્રામ પંચાયતનો યોજાનાર ચૂંટણી જેવી મહત્ત્વની કામગીરીમાં ચૂંટણી કર્મચારીઓ આજરોજ ફરજ પર હાજર નહીં થતાં મામલતદાર શ્રી ફતેપુરા દ્વારા કર્મચારીઓને વિરુદ્ધમાં પકડ વોરંટ ઇસ્યુ કરતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામેલ છે ૧૨ જેટલા આસિસ્ટન્ટ શિક્ષકો કે જેમણે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પુલિંગ 1 પુલિંગ 2 ની ચૂંટણી લગતી કામગીરી સોંપવામાં આવેલ હતી ચૂંટણી ફરજ પર હાજર નહીં થતાં મામલતદાર શ્રી ફતેપુરા દ્વારા પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામેલ છે