
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ શહેર સહિત જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ
તાત્યા ભીલ વગડામાં આદિવાસી પરિવાર, વનવિભાગ, રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે આવાહન કર્યું
રોબિન હુડ ટાટ્યા ભીલ શેડમાં કોરોના કાળમાં ગુમાવેલા સ્વજનોની યાદમાં આદિવાસી પરિવાર દ્વારા પાંચ દિવસ ધૂણી આપી શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો
બિરસા મુંડા સર્કલ પર કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સર્વધર્મના વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.9
આજે 9 ઓગસ્ટ એટલે કે, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ આદિવાસી પરિવાર દ્વારા રેલવે વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરમાં આવેલી રેલવે પ્રવેશદ્વારની સામેના મેદાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં અંદાજે ત્રણ લાખ જેટલા વૃક્ષના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દાહોદ ગોધરા રોડ રેલ્વે પ્રવેશ દ્વારની સામેના મેદાનમાં રેલવે વિભાગ, વન વિભાગ અને દાહોદ આદિવાસી પરિવારના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સવારે 10:00 આ સ્થળે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોના આદિવાસી ભાઈ – બહેનો તેમજ સર્વ ધર્મ સર્વ સંપ્રદાયના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યાર બાદ સાંજના 6:00 દાહોદ શહેરમાં આવેલ બિરસા મુંડા સર્કલ પર કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સર્વધર્મના વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં દીવડાઓ સળગાવી તેમજ બે મિનીટનું મૌન પાળી કોરોનામા મૃત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સિંગવડ તાલુકા માં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
કલ્પેશ શાહ :- સીંગવડ
સિગવડ તાલુકાના જી.એલ.શેઠ હાઈસ્કુલના કમ્પાઉન્ડમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય તેના માટે ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમની નવ દિવસ માટેના કાર્યક્રમો રાખ્યા હતા.તેમાં આજે નવમા દિવસ વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં સૌનો સાથ સૌનો વિકાસના સ્લોગન સાથે કાર્યક્રમના ઉપલક્ષમાં સિંગવડ તાલુકામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે 126 ગોધરા ના ધારાસભ્ય સીકે રાઉલજી જ્યારે શ્રીમતી દક્ષાબેન પરમાર જિલ્લા પંચાયત સભ્ય વાલાગોટા મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ દાહોદ પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી સમર સિંહ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર મેથાણ જિલ્લા પંચાયત સભ્ય રાજુલા બેન રાઠોડ તાલુકા ઉપપ્રમુખ લીલાબેન ડાયરા સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ સી. કે.કિશોરી તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા સ્ટાફ નાયબ મામલતદાર ગઢવી તથા સ્ટાફ તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સરપંચો તલાટી કમ મંત્રી ઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ના સ્ટાફ તથા આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા લોકો ઉપસ્થિત રહયા હતા આવેલા મહાનુભાવનું સ્ટેજ પર આવીને દીપ પ્રગટાવી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો.
ફતેપુરા તાલુકા કક્ષાની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફતેપુરા મુકામે કરવામાં આવી
ફતેપુરા માર્કેટીંગ યાર્ડ ના પટાંગણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ના પટાંગણમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અને ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર ફતેપુરા પ્રાંત કુલદીપ દેસાઈ મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી ઠાકોર જિલ્લા ભાજપ યુવા પ્રમુખ મોહિતભાઈ ડામોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ પુષ્પગુછ અને પુસ્તકોથી આવનાર મહાન ઉભો નું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણનો લાભ મેળવ્યો હતો પ્રસંગને અનુરૂપ મહાનુભાવ વે ઉદબોધન કર્યું હતું તેમજ યોજનાના જેવા કે માનવ ગરીમા યોજના કુવરબાઈનુ મામેરુ સહાય મકાન સહાય એક સંકલિત ડેરી વિકાસ યોજના vtc કીટ વિતરણ ન્યુ ગુજરાત પેટન ના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન પ્રાંત દેસાઈ તેમજ આભાર વિધિ મામલતદાર પરમાર કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.