કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું
સીંગવડ તા. 04
સિંગવડ તાલુકા ની સસ્તાં અનાજની દુકાનો પર દુકાનદાર દ્વારા દરેક દુકાનોથી 50 કીટ બનાવી વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં સિંગવડ તાલુકામાં પંડિત દિન દયાલ વ્યાજબી ભાવની દુકાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ
અનાજ વિતરણ માં દાસા મુકામે મહંત શ્રી સુમરનદાસ જીના અધ્યક્ષતામાં અનાજ વિતરણ કરવામાં આવ્યું જ્યારે તેમને આ યોજનાની માહિતી પણ આવેલા લોકોના આપી હતી જ્યારે તેમને ધર્મ વિશે થોડી ચર્ચા પણ કરી હતી અને આ સરકાર દ્વારા અપાતુ આ વિનામૂલ્યે અનાજ ને ગરીબોને ઘણો ઉપયોગી થાય છે તેમ જણાવ્યું હતું જ્યારે બીજી બધી સસ્તા અનાજની દુકાનો પર મામલતદાર નાયબ મામલતદાર તથા વિવિધ વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપી યોગ્ય લાભાર્થીઓને લાભ મળે તે રીતની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સસ્તા અનાજની સરજુમી ની દુકાન પર તાલુકા પંચાયત સદસ્ય સુરેશ ચૌહાણ તથા કાર્યકર્તાઓ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ તાલુકા ની બીજી સસ્તા અનાજની દુકાન ઉપર તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો ગ્રામ પંચાયતના સરપંચ ઓ તથા કાર્યકર્તાઓ ના હસ્તે અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું