Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર નાળા પાસે સમારકામના અભાવે કાદવકીચડ નો સામ્રાજ્ય:વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબુર

July 29, 2021
        959
સીંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર નાળા પાસે સમારકામના અભાવે કાદવકીચડ નો સામ્રાજ્ય:વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબુર

કલ્પેશ શાહ :- સીંગવડ

સીંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર  નાળુ બનાવવામાં આવ્યું તેના પર મોટા ખાડા પડી જઈને કીચડ થઇ જતાં રસ્તા પર અવરજવર બંધ થઈ જવા પામી છે.                                                                                   સીંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયાના જવાનો રસ્તો તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પરંતુ આ રસ્તો નહીં બનાવતા તે રસ્તો ખખડધજ હાલતમાં થઈ ગયો જ્યારે તેના ઉપર નાના આંબલીયા ગામે નીકળતા રસ્તાઓ પર નાળુ બનાવવામાં આવ્યું હતું. જોકે આ નાળા પર કોન્ટ્રાક્ટર દ્વારા આર.સી સી નહિ ભરીને તેને ખાલી માટીથી પુરણ કરી દેતા ચોમાસામાં પાણી પડતાં નાળા ઉપર કીચડ થઇ  અને નાળા ઉપર ખાડા પડી જતા આવતી જતી ગાડીઓ ફસાઈ જવાનો ભય રહેતો હોય છે જ્યારે ચાલીને જવા વાળા ને પણ તકલીફ નો સામનો કરવો પડતો હોય છે જ્યારે રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ટૂંક સમયમાં બની જશે તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તા પર આજદિન સુધી ડામર રોડ બનાવવામાં નહીં આવતા આવતા જતા ગાડીવાળાને સાકરીયા ફાટકે ફરીને જવાનો વારો આવ્યો છે જો આ રોડ બનાવવામાં આવે તો ગાડીઓ વાળા ને ચાર કિલોમીટર જેવો ગોળ ફરવાનો વારો નહીં આવે અને મેથાણ જવા વાળા ને પણ સીધો રસ્તાનો ઉપયોગ કરવા મળે તેમ છે જ્યારે આ નાળા પર આરસીસી ભરાઈ જતું તો નાની મોટી ગાડી વાળાને  નીકળવા માટે તકલીફ નહીં પડતી માટે આ નાળા પર આરસીસી થઈ જાય તેવી આજુબાજુના લોકોની તથા ત્યાંથી નીકળતા વાહન ચાલકોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!