
રાજેન્દ્ર શર્મા/ જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં ગૌરી વ્રતનો પ્રારંભ: કુવારીકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરી ભગવાન શિવ-પાર્વતીને ફરી જવાના પ્રયાસ કરશે
કોરોના કાળમાં ડ્રાયફુટ સહિતના ઉપવાસની ચીજવસ્તુઓના ભાવોમાં ૧૦ ટકા વધારાનો જણાવતા વેપારીઓ
બાગ બગીચાઓમાં કુવારીકાઓ ફરવા ફરવા નીકળશે
શિવાલયો મંદિરો તેમજ બાગ બગીચાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા બંદોબસ્ત મુકાયો
દાહોદ તા.૨૧
ગૌરીવ્રતનો આજથી પ્રારંભ થઈ ગયો છે. પાંચ દિવસ સુધી કુવારીકાઓ નકોડા ઉપવાસ કરી ભગવાન શિવ અને પાર્વતીને રીઝવવાનો પ્રયાસ કરશે. દાહોદ શહેર સહિત જિલ્લાના શિવાલયો સહિત માતાજીના મંદિરો વિગેરે દેવાસ્થાનોએ વહેલી સવારથીજ કુંવારીકાઓ ભગવાનની પુજા, અર્ચના કરવા પહોંચી જાય છે. આ વખતે ગૌરીવ્રતના તહેવારને પણ કોરોના નડતાં ડ્રાઈફુડ સહિતની ઉપવાસી ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો જાેવા મળ્યો છે.
ગૌરીવ્રતની શરૂઆતથી કુંવારીકાઓ પાંચ દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે. પાંચ દિવસ સુધી માત્ર ફરાણી, દુધ, દહીં તેમજ અન્ય ફરાણી આરોપી નકોડા ઉપવાસ કરશે. ભગવાન ભોલેનાથ અને પાર્વતીજીની પુજા, અર્ચના કરી કુંવારીકાઓ પોતાના વ્રતનો આરંભ કરતી હોય છે. વહેલી સવારે નીજ મંદિરોમાં કુંવારીકાઓ દ્વારા ભગવાનની પુંજા કરતી હોય છે. દાહોદ શહેર સહિત જિલ્લાના મંદિરોમાં કુંવારીકાઓ વહેલી સવારથી જ જાેવા મળશે. સાંજના સમયે બાગ, બગીચાઓમાં પણ કુંવારીકાઓ હરવા ફરવા નીકળે છે નાની બાળાઓ વાસની ટોપલીમાં જુવારનું વાવેતર કરી છેલ્લા દિવસે વિધીવત રીતે આ જુવારની વાવેતરવાળી ટોપલીને નદી અથવા તળાવ જેવા જળાશયોમાં વિધિવત રીતે વિસર્જન કરશે બીજી તરફ આ વર્ષે ડ્રાઈફુડના ભાવો પણ આસમાને છે જેને પગલે વાલીઓના બજેટો પણ ખોરવાયાં છે. કાજુ ૧૮૦૦ થી ૧૬૦૦ કિલો ગ્રામનો ભાવ, બદામનો ૮૦૦ થી ૯૦૦ કિલો ગ્રામ, પિસ્તા પણ ૧૪૦૦ થી ૧૬૦૦ કિલો ગ્રામના આસમાની ભાવે પહોંચ્યાં છે. દાહોદના એક વેપારીના જણાવ્યાં અનુસાર, આ વર્ષે ડ્રાફુડના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. બજારમાં ખરીદી માટે લોકોની ભીડ પણ જાેવા મળતી નથી. દુકાનોમાં ઘરાકી પણ જાેવા નથી મળતી.
———————————