આરોગ્ય વિભાગનો વધુ એક છબરડો, મૃત વ્યક્તિને વેક્સીન મુક્યાના મસેજ સાથે મૃતકના સ્વજનો આશ્ચર્યમાં મૂકાયા..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

 આરોગ્ય વિભાગનો વધુ એક છબરડો, મૃત વ્યક્તિને વેક્સીન મુક્યાના મસેજ સાથે મૃતકના સ્વજનો આશ્ચર્યમાં મૂકાયા

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લામાં આજે ફરીવાર આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આજે ફરીવાર એક મૃત વ્યક્તિને વેક્સિનેશન અપાઈ ગઈ હોવાનો મેસેજ આવતાં મૃત વ્યક્તિના સ્વજનોમાં આશ્ચર્ય સાથે આરોગ્ય તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.

#Paid pramotion

Contact us :- sunrise public school 

 

દાહોદ જિલ્લામાં અગાઉ મૃત પામેલ વ્યક્તિઓને કોરોના વેક્સિનેશન થઈ ગયું હોવાનું તેમજ કોરોનાનો પહેલો અને બીજાે ડોઝ ન લીધો હોવા છતાં વેક્સિનેશન સક્સેસફુલ થઈ ગયું હોવાનો મેસેજ આવ્યાં હતાં. આજે ફરીવાર આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા સાલીયા, ગુણા ગામે રહેતાં મૃત વ્યક્તિને કોરોનાની રસી આપ્યો સ્વજન પર મેસેજ આવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, વ્યક્તિના ફાઘરે વેક્સિનેશનનો બીજાે ડોઝ લીધો ન હોવા છતાં પણ વેક્સિનેશ લીધાનો મેસેજ આવ્યો હતો. આ કિસ્સાને પગલે ફરીવાર દાહોદ જિલ્લાનું આરોગ્ય તંત્ર ચર્ચાનો વિષય બન્યો છે. ભુતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરવા ધમપછાડાઓમાં આ ગોટાળા થતાં હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે.

 

————————

Share This Article