ઝાલોદના એક શિક્ષક તેમજ એક યુવતીના બેંક એકાઉન્ટમાંથી હરિયાણાના ભેજાબાજે નાણાં ઉપાડ્યાનો ખુલાસો…

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

વર્ષ અને ગયા મહિને આચરેલા ગુનાનો પર્દાફાશ થતા ફરિયાદો નોંધાઈ

દાહોદ તા.10

હરીયાણા રાજ્યના એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને દાહોદ એલ.સી.બી. પોલીસ ઝડપી પાડ્યાં બાદ તેની સઘન પુછપરછ હાથ ધરી હતી . આ ભેજાબાજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વધુ બે વ્યક્તિઓના ખાતામાંથી પણ નાણાં ઉપાડ્યાં હોવાનું બહાર આવ્યું છે . ઝાલોદ તાલુકામાં રહેતી એક 25 વર્ષીય યુવતીના બેંન્ક ખાતામાંથી રૂા .80,184 અને 50 વર્ષીય શિક્ષકના બેન્ક ખાતમાંથી 14,500 સેરવી લીધાં હોવાનું સામે આવતાં આ બંન્ને વ્યક્તિઓ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે 

હાલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે અને મુળ ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે રહેતાં ૫૦ વર્ષીય ભરતભાઈ સુખાભાઈ ગામોડના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બેન્ક ખાતામાંથી ગત તારીખ ૨૫.૦૫.૨૦૨૧ ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી બેન્ક ખાતામાંથી રૂા.૧૪,૫૦૦ ઉપાડી લઈ ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે.

જયારે ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુગા ફળિયામાં રહેતી ૨૫ વર્ષીય સ્મિતાબેન નવલસિંહ બારીઆના સ્ટેટ બેન્ક ઓફિસ ઈન્ડિયાના ખાતામાંથી તારીખ ૧૩.૦૭.૨૦૨૦ના રોજ ચાર વખત રૂપીયા ૧૦,૦૨૩ તથા તારીખ ૧૪.૦૭.૨૦૨૦ના રોજ ચાર વખ રૂપીયા ૧૦,૦૨૩ મળી કુલ રૂપીયા ૮૦,૧૮૪ની બંન્ને અલગ અલગ તારીખોએ સ્મિતાબેનના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી આ નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હોવાની ફરિયાદ સ્મિતાબેન નવલસિંહ બારીઆએ તારીખ ૦૯.૦૬.૨૦૨૧ના રોજ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

——

Share This Article