
સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી
ઝાલોદમાં 15 હજારની બાઈક છોડાવવા માટે પોલીસે RTO 6500 નો દંડ ફટકાર્યો
RTO નો મેમો આપવામાં આવ્યો પોલીસની કાર્યવાહીથી લોકોમાં રોષ
મુ.મંત્રીના આદેશને ઘોળીને પી જવાયો . બાઈક ચાલક પાસે ફક્ત અસલ કાગળો ન હોવાનો પહોંચમાં ઉલ્લેખ કરાયો હતો
દાહોદ તા.23
છેલ્લા એક વર્ષ કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે લોકોના ધંધા – રોજગાર ભાગી પડ્યા છે . માંડ ધંધાની ગાડી પાટે ચડે ને જ કોરો માથું ઉચકાતા મીની લોકડાઉનનો માર નાના મજૂરી કરતા લોકોને વેઠવો પડી રહ્યો છે . તાજેતરમાં કોરોનાની બીજી લહેર ફરી વળતા સરકાર દ્વારા કડક પ્રતિબંધો લાદેલા છે . ત્યારે આ મહામારીમાં લોકોને હેરાન ન થાય તે માટે મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે , પોલીસ દ્વારા વધારાના કોઈ જ દંડ વસૂલાશે નહિ . માસ્કનો જ દંડ વસૂલવો સાથે કોરોનામાં પ્રજાને તકલીફ ના પડે તે માટેના કેટલાક આદેશ આપ્યા હતા .
ઝાલોદ પોલીસ દ્વારા મજૂરી કામ કરતા રાજેશ નામના યુવકને આરટીઓનો મેમો આપતા આરટીઓ કચેરીમાં તેને 6500 નો દંડ ફટકારતા ચર્ચાનો વિષય બન્યો હતો . હાલમાં લોકોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે . ત્યારે પોલીસ RTO ના મેમા ફટકારી રહી છે . કોરોના કાળમાં લોકોની એક બાજુ રોજગારી છીનવાઈ ગઈ છે . તેવામાં પોલીસ દ્વારા યુવકને આરટીઓનો મેમો આપીને 6500 નો આકરો દંડ વસુલવામાં આવતા નગરજનોમાં પણ ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.યુવકને પોતાના 15 હજારની બાઈક છોડાવવા માટે આરટીઓમાં 6500 નો દંડ ભરાવ્યો હતો . ત્યારે મહામારીના સમયમાં દંડના નામે કેટલાય લોકોને આર્થિક રીતે શોષાવુ પડી રહ્યું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું