ફતેપુરા તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉનના નવ દિવસ બાદ આજથી બજારો પુનઃધમધમશે,સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા,પરંતુ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉનના નવ દિવસ બાદ આજથી બજારો ફરી ધમધમશે

સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા,પરંતુ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે

કોરોનાના કેસ વધતા ફતેપુરા કરોડિયા તેમજ કાળીયા વલુંડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્વૈચ્છીક લોક ડાઉનલોડ નિર્ણય લીધો હતો

ફતેપુરા તા.09

કોરોના મહામારી થી બચવા માટે લોકો આવ નવા પ્રયત્નો કરતા હોય છે ત્યારે ફતેપુરા તાલુકામાં પણ કોરોના ના કેસ વધતા ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ કાળીયા વલુંડા ગ્રામ પંચાયત અને કરોડિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફતેપુરાના પી એસ આઇ સી બી બરંડા ને નવ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન માટે રજૂઆત કરી હતી તે અનુસંધાને આજરોજ લોકડાઉનના નવ દિવસ પૂરા થતાં રાબેતા મુજબ બજાર ફરી ચાલુ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને જણાવ્યું હતું સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખોલી શકાશે પરંતુ વેપારીઓ ને કોરોના મહામારી ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી વેપાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું

 

Share This Article