Monday, 07/07/2025
Dark Mode

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત…ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વીતેલા 24 કલાકમાં બે જુદી-જુદી જગ્યાએ હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર સહીત ત્રણ કાળનો કોળિયો બન્યા:ત્રણ મહિલા ઈજાગ્રસ્ત

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત…ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વીતેલા 24 કલાકમાં બે જુદી-જુદી જગ્યાએ હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર સહીત ત્રણ કાળનો કોળિયો બન્યા:ત્રણ મહિલા ઈજાગ્રસ્ત
જીગ્નેશ બારીયા :- દાહોદ/જયેશ ગારી :- કતવારા 
  • દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન ઉતરોતર વધારો નોંધાયો
  • વીતેલા ચોવીસ કલાકમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવોમાં પિતા-પુત્ર સહિત ત્રણના મોત :ત્રણ મહિલા ઈજાગ્રસ્ત
  • દાહોદ તાલુકાના ગમલા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર કાળનો કોળિયો બન્યા 
  • દાહોદના રળીયાતી ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા બાઈક પર સવાર ત્રણ લોકો ફાંગોળાયા:એકનું મોત :બે મહિલા ઈજાગ્રસ્ત
  • દાહોદ શહેરના કાળકા માતા મંદિર પાસે કાર રિવર્સમાં ગગડતા ફુગ્ગા વેચવા વાળી મહિલા ઈજાગ્રસ્ત
  • હોળીના તહેવાર ટાણે મૃતકોના પરિવારમાં માતમ છવાયો

દાહોદ તા.૨૭

દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે રોડ આજરોજ સવારના સમયે હિટ એન્ડ રનનો બનાવ બનતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર પિતા – પુત્રને અડફેટમાં લેતાં બંન્નેના ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજતાં હોળીના તહેવાર ટાણે મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે અને તેમાંય હિટ એન્ડ રનના કેસોમાં પણ વધુ બનવા પામ્યાં છે ત્યારે આજરોજ સવારના સમયે દાહોદના ગમલા ગામેથી પસાર થતો ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પિતા – પુત્ર પસાર થઈ રહ્યાં હતાં તે સમયે પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાનું વાહન હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે આ મોટરસાઈકલ પર સવાર પિતા – પુત્રને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જાેતજાેતામાં બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતાં સ્થળ પરજ લોહીના ખાબોચીયું ભરાઈ ગયું હતું અને બંન્નેના ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાને પગલે કલાકો માટે આ રસ્તાનો અવર જવર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મૃતકોને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા બાઈક પર સવાર ત્રણ લોકો ફાંગોળાયા:એકનું મોત :બે મહિલા ઈજાગ્રસ્ત 

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત...ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વીતેલા 24 કલાકમાં બે જુદી-જુદી જગ્યાએ હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર સહીત ત્રણ કાળનો કોળિયો બન્યા:ત્રણ મહિલા ઈજાગ્રસ્તદાહોદ તાલુકાના રળીયાતી ગામે હીટ એન્ડ રનનો કેસ બનવા પામ્યો છે.જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બે જણાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે સુમલા ફળિયામાં રહેતા સરેશભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ પર શર્માબેન અને કિરણબેનને મોટરસાઈકલની પાછળ બેસાડી ગત તા.૨૬મી માર્ચના રોજ રળીયાતી ગામેથી દાહોદ – ઈન્દૌર અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ સરેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ત્રણેય જણા જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે સરેશભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ શર્માબેન અને કિરણબેનને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં જ્યારે પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો.આ સંબંધે ઉચવાણી ગામે સુમલા ફળિયામાં રહેતા તેજીયાભાઈ મથુરભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના કાળકા માતા મંદિર પાસે કાર રિવર્સમાં ગગડતા ફુગ્ગા વેચવા વાળી મહિલા ઈજાગ્રસ્ત

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત...ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વીતેલા 24 કલાકમાં બે જુદી-જુદી જગ્યાએ હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર સહીત ત્રણ કાળનો કોળિયો બન્યા:ત્રણ મહિલા ઈજાગ્રસ્ત દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે કાળકા મંદિર પાસે ગરબાડા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષનું બોર્ડ લગાવેલી એક કાર ટેકરા પર પાર્ક કરી હતી .આ પાર્ક કરેલ ગાડીની પાછળ રસ્તાની કોરે કેટલાક ફુગ્ગાવાળા ફુગ્ગા વેચવા બેઠા હતાં .ત્યારે હેન્ડ બ્રેક મારી ન હોવાથી

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત...ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વીતેલા 24 કલાકમાં બે જુદી-જુદી જગ્યાએ હિટ એન્ડ રન કેસમાં પિતા-પુત્ર સહીત ત્રણ કાળનો કોળિયો બન્યા:ત્રણ મહિલા ઈજાગ્રસ્તજોતજોતમાં આ કાર રિવર્સમાં જતાં ફુગ્ગા વેચવા બેઠેલી એક મહિલા આ ગાડીની અડફેટે આવી હતી . મહિલાને શરીરે ઈજાઓ થઈ હોવાનું પણ જાણવી મળી રહ્યું છે .ત્યારે ઘટનાને પગલે સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.અને મહિલાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

 

error: Content is protected !!