સંજેલીમાં “રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન “કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી

Editor Dahod Live
1 Min Read

સંજેલી તાલુકામાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી .

સંજેલી તા.31

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી સંજેલી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી .આ રેલીને તાલુકા સુપરવાઇઝર અને તાલુકા લેપ્રેસી સુપરવાઇઝર દ્વારા લીલીઝંડી બતાવી શરુઆત કરવામાં આવિ હતી. રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ એફ.એચ.એસ.એફ.એચ.ડબલ્યુ,એમ.પી.એચ.ડબલ્યુ, અને આશા બેનો બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી ની શરુઆત કરવામા આવી  હતી .
આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણી સ્પર્શ લેપ્રસી એવરનેશ કેમ્પેઇન તરિકે ઉજવાય છે .આમ રક્તપિતના દર્દીઓને લોકો ની ગેરસમજ અને સુગના લીધે દર્દી સામાજિક આર્થિક અને માનસિક રીતે પીડાતો હોય છે .જ્યારે રક્તપિત જંતુ જન્ય રોગ છે જે મટી શકે છે ગભરાવવું નહીં અને તે સંપૂર્ણપણે મટી શકે છે .આમ રક્તપિત વારસાગત રોગ નથી ,રકતપિત જંતુ જન્ય રોગ છે જે મટી શકે છે ,જ્યારે લોકોએ રકતપિતના દર્દીને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહન સહયોગ આપવો જોઇએ ,,જેવા અનેક સૂત્રો સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રેલી તાલુકા પંચાયત કચેરીએ  પુર્ણ કરવામાઆવી  હતી.

Share This Article