Thursday, 21/11/2024
Dark Mode

જંગલમાં લાકડા લેવા ગયેલી ૧૨ વર્ષીય બાળા ઉપર દિંપડાએ જીવલેણ હુમલો કરતા બાળકીનું મોત

જંગલમાં લાકડા લેવા ગયેલી ૧૨ વર્ષીય બાળા ઉપર દિંપડાએ જીવલેણ હુમલો કરતા બાળકીનું મોત

મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

દાહોદ તા.૨૯
ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી નજીક આવેલ કાંટુ જંગલમાં લાકડા લેવા ગયેલ એક ૧૨ વર્ષીય બાળા ઉપર દિંપડાએ જીવલેણ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરતા બાળકી લોહીલુહાણ અવસ્થામાં ઘટના સ્થળે જ ઢળી પડી હતી. આ બાબતની જાણ પરિવારજનો તથા ગ્રામજનોને થતાં તેઓ તાબડતોડ જંગલ તરફ જઈ બાળકીને લઈ નજીકના સરકારી દવાખાને પહોંચતા જ્યા તબીબોએ બાળકીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.
તારીખ ૨૯.૦૧.૨૦૨૦ વા રોજ સવારના ૦૬.૦૦ કલાકે ગરબાડા તાલુકાના ખજુરીયા ગામે રહેતી ૧૨ વર્ષીય રંગીતાબેન ખુમસીંગભાઈ પલાસ તેમના પરિવારજનો સાથે ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી ગામે આવી હતી જ્યા રંગીતાબેન સગાસંબંધીઓ સાથે નજીકમાં આવેલ વાંસીયા ડુંગરી રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ કાંટુ જંગલમાં લાકડા લેવા આવી હતી તે સમયે ઓચિંતો એક દિપડાએ રંગીતાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લીધું હતુ. દિપડા દ્વારા બચકુ ભર્યા બાદ રંગીતાબેન લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડી હતી. આ ઘટના જાતા સગાસંબંધીઓ ત્યા દોડી આવ્યા હતા અને આ જાતા દિપડો પણ જંગલ તરફ નાસી છુટ્યો હતો. પરિવારજનો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત રંગીતાબેનને જેસાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ રંગીતાબેનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. સદર બનાવની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારની જાગવાઈ અનુસાર, મૃતક રંગીતાબેના પિતાને નાણાંકીય સહાય ચુકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વધુ કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારીને ધ્યાને રાખી વન સંરક્ષક બારીયાની સુચના અન્વયે હાલમાં ઘટના સ્થળથી નજીકમાં આવેલ ગામોમાં વન વિભાગની ૩૦ જણાની ટીમો દ્વારા જંગલ ભાગમાં ન જવા તથા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવે તો બચાવ માટે શું તકેદારી રાખવી તે બાબતે જન જાગૃતિનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
——————————————————————————–

error: Content is protected !!