Wednesday, 28/07/2021
Dark Mode

પોલીસ મથકના પી.એસ.આઇ, કોન્સ્ટેબલ ૪૦ હજાર રૂપિયાની લાંચ માંગતા એસીબીના છટકામાં, કોન્સ્ટેબલ ઝડપાયો અને પીએસઆઈ ફરાર

પોલીસ મથકના પી.એસ.આઇ, કોન્સ્ટેબલ ૪૦ હજાર રૂપિયાની લાંચ માંગતા એસીબીના છટકામાં,  કોન્સ્ટેબલ  ઝડપાયો અને પીએસઆઈ ફરાર

પોલીસ મથકમાં એસીબીના દરોડાના અણસાર આવતા પી.એસ.આઈ. રફુચક્કર 

દાહોદ ડેસ્ક તા.૨૯

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ તથા પી.એસ.આઈ. ગતરોજ પોલિસ મથકમાં જ લુંટના ગુન્હામાં ઝડપાયેલ બે ઈસમોને માર નહીં મારવા બાબતે યુવકના પરિવારના એક સદસ્ય પાસેથી રૂ.૪૦,૦૦૦ ની માંગણી કરતાં આ લાંચની રકમ વ્યક્તિ  આપવા માંગતા ન હોય જેથી તેને એસીબી નો સંપર્ક સાંધતા છોટાઉદેપુરની એસ.સી.બી.ની ટીમે કતવારા પોલિસ મથકે છટકુ ગોઠવતા લાંચની રકમ લેતા પોલિસ કોન્સ્ટેબલ રંગેહાથે ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે પીએસઆઈ એસીબીની ટ્રેપ જોઈ નાસી જવામાં સફળ રહેતા હાલ પોલિસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળેલ  છે.

દાહોદ પોલિસ હદ વિસ્તારમાં કેટલાક દિવસો પુર્વે કતવારા પોલિસે લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને બોરડી ગામેંથી તા.૨૨.૦૯.૨૦૧૯ ના રોજ ઝડપી પાડ્યા હતા. આ બંન્ને ઈસમોને માર નહીં મારવા માટે કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ હાર્દિક કાંતીભાઈ બારીયાએ રૂ.૪૦,૦૦૦ કતવારા પોલિસ મથકના પી.એસ.આઈ.આર.આર.રબારીને આપવા જણાવ્યુ હતુ.  જે લાંચના રૂપીયા ઝડપાયેલ ઈસમના પરિવારના એક સદસ્ય આપવા માંગતા ન હોઈ  તેઓએ આ સંબંધે એસીબી પોલિસનો સંપર્ક સાંધ્યો હતો અને આ તમામ બાબતો એસીબી પોલિસને જણાવતા છોટાઉદેપુરની એસીબીના  પોલિસ ઈન્સ્પેક્ટર  એન.એલ.પાંડોર તથા તેઓની ટીમ ગતરોજ સાંજના સમયે કતવારા પોલિસ મથકે છટકુ ગોઠવ્યુ હતુ. આ સાથે લાંચના  રૂ.૩૯,૫૦૦ લઈ બે યુવકોના પરિવારનો એક સદસ્ય કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ હાર્દિક બારીયાને આપતા જ છોટાઉદેપુરની એસીબી ટીમે આ પોલિસ કોન્સ્ટેબલને લાંચના રૂપીયા ૩૯,૫૦૦ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ બાદ પોલિસ મથકમાં હાજર પીએસઆઈ આર.આર.રબારી એસીબીની ટ્રેપ જોઈ સ્થળ પરથી નાસી છુટ્યા હતા. આ બાદ એસીબીની ટીમે ઝડપી પાડેલ કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલની અટક કરી બંન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે અને ફરાર પીએસઆઈ આર.આર.રબારીને પણ ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. કતવારા  પોલિસ મથકના પી.એસ.આઈ. તથા પોલિસ કોન્સ્ટેબલ લાંચના કેસમાં સપડાતા દાહોદ જિલ્લા પોલિસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!