Thursday, 28/03/2024
Dark Mode

કન્યાશાળાઓમાં સાંજના સમયે પ્રોટીનયુક્ત નાસ્તો આપવામાં ન આવતા આશ્ચર્ય :સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએથી આદેશથી ખળભળાટ

કન્યાશાળાઓમાં સાંજના સમયે પ્રોટીનયુક્ત નાસ્તો આપવામાં ન આવતા આશ્ચર્ય :સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએથી આદેશથી ખળભળાટ

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાની કન્યાશાળામાં સાંજના સમયે પ્રોટીનયુક્ત નાસ્તો આપવામાં ન આવતા ખળભળાટ,દ્વિતીય સત્ર શરૂ થયું ત્યારથી નાસ્તો અપાતો જ નથી,નાસ્તો ન બનાવતા હોય તેવા સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએથી આદેશ કરાયો.

સુખસર તા.26

ફતેપુરા તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થયું ત્યારથી સાંજના સમયે નાસ્તો આપવામાં આવતો ન હોવાનું જણાઈ આવ્યું હતું જેથી નાસ્તો અપાતો ન હોય એવી શાળાના સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએથી આદેશ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 ફતેપુરા તાલુકા મા 242 જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે આ તમામ પ્રાથમિક શાળાઓમાં ૩૯ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં બાળકોને બપોરના સમયે મધ્યાન ભોજન અને સાંજના સમયે પ્રોટીન યુક્ત નાસ્તો આપવાની સરકારની યોજના ચાલી રહી છે પરંતુ આ દ્વિતીય સત્ર ચાલુ થયું ને બાર દિવસ જેટલો સમય થયો હોવા છતાં સાંજના સમયે નાસ્તો આપવામાં આવતો ન હોવાનું જણાવી આવ્યું છે જેમાં આચાર્યની પણ બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે કેટલાક આચાર્ય દ્વારા સાંજના સમયે નાસ્તો મળતો ન હોવાનું ઓનલાઇન માહિતી આપવામાં આવતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ફતેપુરા નગરની મુખ્ય કન્યા પ્રાથમિક શાળા સહીત તાલુકાની કેટલીક શાળાઓમાં પ્રતિનિધિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવાતા સાંજના સમયે નાસ્તો આપવામાં આવતો જ ન હોવાનું જણાવ્યું હતું. જેમાં જીલ્લા મધ્યાહન વિભાગ દ્વારા જે શાળામાં સાંજના સમયે નાસ્તો ન બનાવતો હોય તેવી શાળાના સંચાલક સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સવાર- સાંજ ફરજીયાત ભોજન આપી તેની માહિતી ઓનલાઇન કરવાનું હોય તેમ છતાંય તાલુકાની કેટલીક  શાળામાં સાંજનું નાસ્તો ન આપી પુરા બિલ પાસ કરાવતા સંચાલકોની તપાસ થવી જરૂરી 

રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રોટીનની નાસ્તો મળી રહે તે બાબતે સાંજના સમયે નાસ્તો આપવાની યોજના અમલમાં મૂકાય છે પરંતુ જિલ્લા વહિવટી તંત્રની બેદરકારીને કારણે સંચાલકો દ્વારા નાસ્તો આપવામાં ના આવતા આશ્ચર્ય સર્જાયું છે જ્યારે સરકારની આ યોજના ની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના બિલો પણ મૂકવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!