Thursday, 26/12/2024
Dark Mode

સંજેલી તાલુકા મથકે નવિન એસટી બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું

સંજેલી તાલુકા મથકે નવિન એસટી બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકા મથકે નવિન એસટી બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું .

સંજેલી તા.26

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આજરોજ નવીન એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .કાર્યક્રમની શરૂઆત રમત ગમત તેમજ વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ભૂમિપૂજન તેમજ તકતી અનાવરણ કરવામા આવયુ હતુ .રાજ્ય કક્ષા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલનું જિલ્લાના તથા તાલુકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું .
કાર્યક્રમની શરૂઆતમાં એસટી નિગમના અધિકારીઓ દ્વારા એસટી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જેમ કે ગામડે ગામડે બસોની સુવિધા મુસાફરોને નોકરી અભ્યાસને કે દવાખાનાને લગતી કામગીરી માટે ઝડપી બહાર ગામે પહોંચવા માટેની સુવિધાઓ બસો દ્વારા પૂરી પાડવામાં આવે છે તેમજ અને અનેક પ્રકારની મુસાફરો માટેની વ્યવસ્થા એસટી ડેપો તેમજ બસોમાં સુવિધા ઓ પુરી પડવામાટે દૃષ્ટિ વિભાગ સતત કાર્ય કામગીરી કરી રહ્યું છે તેમ જણાવયુ હતુ.તેમજ ફતેપુરા વિધાનસભા ધારાસભ્ય રમેશભાઇ કટારા તેમજ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સંજેલી સંજેલી તાલુકાના વિકાસ માટે ના કામો વિશે માહિતી આપવામાં આવી હતી લાંબા સમયથી ચાલતી એસટી ડેપોની માંગણીને સતત પ્રયત્નો કરી અને આજરોજ એસટી ડેપોનું ખાતમુહૂર્ત તેમજ થોડા મહિનાઓ મા ડેપો બની જશે અને સંજેલી તાલુકાની જનતાને નવીન ડેપોની સુવિધાઓનો લાભ મળશે તેમ જણાવ્યું હતું .સંજેલી ખાતે એસટી ડેપોના ભૂમિપૂજનના કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ તાલુકામાંથી અધિકારી અને પદાધિકારીઓ અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા ….

સંજેલી ગામથી બહાર ના ભાગે તેમજ ગામના સરપંચના ઘરની નજીક જ એસટી ડેપોનું કામ શરૂ થઇ રહ્યું છે ત્યારે સંજેલી ગામના અગ્રણીઓ દ્વારા ગામની વચ્ચે પણ વર્ષો જુનું પીકઅપ સ્ટેન્ડ જે હતું તે દબાણ દુર કરતી વખતે તોડી પાડાતા ફરી સંજેલી મેન બજાર મા ફરી પિકઅપ સ્ટેંડ ઉભુ કરવામા આવે અને ગ્રામજનોને સંજેલી મેઇન બજારમાંથી જ બસની મુસાફરી કરવા માટે રાહત મળી રહે તેવું આયોજન કરવા માટે ગામના અગ્રણીઓ દ્વારા રાજ્ય કક્ષાએથી પધારેલા મહેમાનોને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી …..

error: Content is protected !!