
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
પીપલારા ગામે ભીલ પ્રદેશ ચોક ખાતે આદિવાસી સમાજ દ્વારા રાણા પૂંજા ભીલ જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી…
ફતેપુરા તાલુકા આદિવાસી ટાઈગર સેનાના પ્રમુખ મેહુલભાઈ તાવીયાડની આગેવાની હેઠળ ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તા.05
આજરોજ 05 ઓક્ટોબર રાણા પૂંજા ભીલ જન્મ જયંતી નિમિતે ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ભીલ પ્રદેશ ચોક ખાતે આદિવાસી સમાજ દ્વારા રાણા પૂંજા ભીલના ફોટા ને ફૂલહાર કરી જય જોહાર, જય ભીલ પ્રદેશ ના નારા બોલાવી ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તાવિયાડ,ભીલ પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ શિરીષ બામણીયા, મનસુખ કટારા,પીનેશ ચારેલ સહિત મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…