ફતેપુરાના ડુંગર ગામના જંગલમાંથી લાશ મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના ડુંગર ગામના મરણ જનાર અમૃતભાઇ કલાભાઈ પારગી તારીખ 11.4.2020ના રોજ સાંજના સમયે કરિયાણાની દુકાને સામાન લેવા ગયેલા અને તેઓ ઘરે ન આવતા તેના ઘરવાળાએ શોધખોળ કરી પણ તેનો કોઇ જાણકાર મળેલી ન હતી.ત્યારે સગાવ્હાલા ને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે મળી આવેલ નહોતા ત્યારે ગત રાત્રિએ તારીખ 22.4.2020 ને બુધવારના રોજ અમારા ગામના સરપંચ અમને જણાવેલ કે જંગલમાં કોઈની લાશ પડેલી છે.તેમ સરપંચ ઉપર જગાનો ફોન આવેલો અને સરપંચને ફોરેસ્ટ વાળા એ જાણ કરી હતી જેથી સરપંચ કહેલુ કે ચાલો આપણે જોવા જઈ એટલે અમો ગામના માણસો સરપંચ સાથે મળી ફોરેસ્ટ વાળા જંગલમાં જોવા માટે ગયેલા તો જોતા કમલેશ કલા પારગી અને ગામના માણસો જણાવેલ કે આ તો અમૃત હોય તેમ લાગે છે.જેથી પોલીસને જાણ કરવી પડશે એટલે ગામના સરપંચ અને ગામના માણસો આવી પોલીસને જાણ કરેલ અને કમલેશ કલા પારગી પોલીસ ફરિયાદ લખાવી કે મારા ભાઈ ની લાશ જંગલમાંથી મળી આવેલ તો તેનુંમરણનુ ચોક્કસ કારણ જાણવા કાયદેસર ની તપાસ થાય અને કારણ જાણી શકાય તેવી મારી ફરિયાદ છે તેથી ફતેપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.