શહેરા ખાતે ફોજદારી અદાલતના સરકારી વકીલ નો વિદાય સમારંભ યોજાયો

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા,શબ્બીર સુનેલવાલા

 

શહેરા ખાતે ફોજદારી અદાલતના સરકારી વકીલ નો વિદાય સમારંભ યોજાયો.

વકીલ મંડળ દ્વારા સરડેશ્વર દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું.

શહેરા ખાતેની ફોજદારી અદાલતમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ની ફરજ બજાવતા શ્રી વી આર પંડ્યા ની બદલી પેટલાદ મુકામે થતાં તેમનો વિદાય સમારંભમાં શહેરા બાર એસોસિયન દ્વારા કોર્ટ પરિસરમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ એચ ચૌહાણ સાહેબ એડિશનલ સિવિલ જજ શ્રીમતી જેડી અમીન ના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો જેમાં એડવોકેટ જે કે શાહ ડી એમ પરમાર અશરફભાઈ પટેલ કમલેશભાઈ ભોઈ એ એ પારીખ આર એલ પરમાર એ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું શહેરા વકીલ મંડળના પ્રમુખશ્રી જે કે શાહ વકીલ મંડળ વતી સરડેશ્વર દાદા નું સ્મૃતિ ચિન્હ આપ્યું હતું પોલીસ સ્ટાફ દ્વારા પણ સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયું હતું વિદાય સમારંભ કાર્યક્રમમાં કોર્ટના રજીસ્ટર શ્રી રવિ વસાવા કોર્ટનર સ્ટાફ ગણ તેમજ સિનિયર અને જુનિયર વકીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રીફળ અને પુષ્પઞુછ આપી શુભેચ્છાઓ પાઠવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ અશરફભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધી વકીલ મંડળના સેક્રેટરી શ્રી કેડી બારીયા કરેલ હતી

Share This Article