Thursday, 21/11/2024
Dark Mode

સુખસર કૃષિ પ્રા. શાળામાં “રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ”દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

સુખસર કૃષિ પ્રા. શાળામાં “રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ”દ્વારા  કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

હિતેશ કલાલ @ સુખસર 

વિદ્યાર્થીઓને નિયમિત અને શ્રેષ્ઠ શિક્ષણ આપવું એ જ સાચા શિક્ષકનું કર્તવ્ય છે: બળવંત ડાંગર,વિદ્યાર્થીઓને નિયમિત અને શ્રેષ્ઠ શિક્ષણ આપવું એ જ સાચા શિક્ષકનું કર્તવ્ય છે: બળવંત ડાંગર,સુખસર કૃષિ પ્રા. શાળામાં કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરાઈ.”રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ” દ્વારા કરાયું આયોજન.

 સુખસર તા.18

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા દ્વારા 12 જાન્યુઆરી થી ૨૩ જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે કર્તવ્ય બંધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે સુ કૃષિ પ્રાથમિક શાળા ખાતે શનિવારના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સંઘના પ્રમુખ ધારાસભ્ય સહિત શિક્ષકો અને આસપાસની શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

  દાહોદ જિલ્લાના તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો કલાલ સમાજના યુવા વર્ગ સહિત અન્ય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા  મહાસંઘ દાહોદ જિલ્લાના પ્રમુખ બળવંતભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત યુવા વર્ગ તથા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ જન્મથી લઈ તેમને મેળવેલી સિદ્ધિઓ અભ્યાસ તથા વિદેશમાં કરેલા સરાહનીય કાર્ય ની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે શાળાના બાળકો ના લીધે જ શિક્ષકો મહાન ગણાય છે શિક્ષકો ગાડી લઈને ફરે છે તે બાળકોની જેમ છે વિદ્યાર્થીઓને નિયમિત અને શ્રેષ્ઠ શિક્ષણ આપવું એ શિક્ષકનું કર્તવ્ય છે અને તેના માટે જ આ સંઘ કામ કરી રહ્યો છે 12 જાન્યુઆરી થી લઇ 23 જાન્યુઆરી સુધી કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પણ સ્વામી વિવેકાનંદ જીવન પરિચય વિશે વક્તૃત્વ રજૂ કર્યુ હતું.

error: Content is protected !!