Thursday, 21/11/2024
Dark Mode

રેલવે સ્ટેશને જતા લોકો માટે માઠા સમાચાર:”કોરોના વાઈરસ”ને લઈ યાત્રીઓની ભીડ ઓછી કરવાનાં આશયે રેલવે તંત્રે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો

રેલવે સ્ટેશને જતા લોકો માટે માઠા સમાચાર:”કોરોના વાઈરસ”ને લઈ યાત્રીઓની ભીડ ઓછી કરવાનાં આશયે રેલવે તંત્રે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો

 દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.17

સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે આપણો દેશ અને રાજ્ય પણ કોરોના વાઈરસ બાબતે ખૂબ જ સતર્કતાથી સાવચેતીના પગલાં લઈ રહ્યું છે કોરોના વાઇરસની ઇફેક્ટ મંદિર મસ્જિદ મોલ અને મેળા ઉપર થવા પામી છે તેવા સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ભારતમાં ખૂબ જ મહત્વનું ગણાતું રેલવે તંત્ર પણ સાબદું બન્યું છે વેસ્ટર્ન રેલવેના રતલામ ડિવિઝનના સંબંધ કરતા ઓએ આજે તાત્કાલિક અસરથી રતલામ મંડળ માં સમાવિષ્ટ તમામ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટ નો ભાવ પાંચ ગણો કરી દેતા પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયામાં પ્રાપ્ત થશે પ્લેટફોર્મ ટિકિટ નો ભાવ વધારવા નુ કારણ કોરોના ને કારણે રેલવે સ્ટેશન ઉપર ભીડ ઓછી થાય અને લોકોને વધુમાત્રામાં આવતા રોકી શકાય તેઓ આશય હોવાનું ઓફિસીયલી જણાવવામાં આવ્યું છે આમ કોરોના ઇફેક્ટ રેલવે સ્ટેશન ઉપર લેવા કે મૂકવા જતાં સ્વજનો સુધી પહોંચી હોવાનું પ્રતિત થવા પામ્યું છે.

error: Content is protected !!