Thursday, 21/11/2024
Dark Mode

સાવધાન:જાહેરમાં થુંકતા પકડાશો તો ભરવો પડશે દંડ :વહીવટીતંત્રે જાહેરમાં થુંકવા બદલ 24 લોકોને પકડી દસ હજાર ઉપરાંતનો દંડ વસુલ કર્યો

સાવધાન:જાહેરમાં થુંકતા પકડાશો તો ભરવો પડશે દંડ :વહીવટીતંત્રે જાહેરમાં થુંકવા બદલ 24 લોકોને પકડી દસ હજાર ઉપરાંતનો દંડ વસુલ કર્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ નગરમાં જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવતા ૧૮ વ્યક્તિ રૂ. ૯ હજારનો દંડ ફટકારાયો,જાહેરમાં ગંદકી ફેલાવતા કુલ ૨૪ વ્યક્તિને રૂ. ૧૦,૩૦૦નો દંડ કરતી દાહોદ નગરપાલિકા

દાહોદ, તા. ૧૭ :

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો દાહોદ નગરમાં કડક અમલ કરતા સ્થાનિક નગરપાલિકાએ આજે જાહેરમાં થૂંકી ગંદકી પ્રસરાવતા ૧૮ લોકોને રૂ. ૯ હજારનો દંડ ફટકાર્યો છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે કોરોના વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. જેનો ચોક્કસાઇપૂર્વક અમલ કરવા માટે નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે.
જેના પગલે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે દાહોદમાં ફેરણી કરવામાં આવી હતી. એ દરમિયાન ૧૮ વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા બદલ રૂ. ૯ હજાર, એક વ્યક્તિને જાહેરમાં ગંદકી પ્રસરાવવા બદલ રૂ. ૩૦૦ અને અન્ય ૫ વ્યક્તિને ગંદકી ફેલાવવા બદલ રૂ. ૧ હજારનો દંડ કરવામાં આવ્યો છે. આમ, કુલ ૨૪ વ્યક્તિને રૂ. ૧૦૩૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. હજુ પણ, આ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.

error: Content is protected !!