સૈલેસ્ટીઅન વેસ્ટ મેનેજમેન્ટ તેમજ નગરપાલિકાના સેનેટરીની ટીમે શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

Editor Dahod Live
1 Min Read

દાહોદ ડેસ્ક તા. 16

મહાત્માગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી એ પર્યાવરણને હાનિકારક સિંગલ યુજ પ્લાસ્ટિક ને દેશ ભરમાં પ્રતિબંધ કરતા દાહોદ શહેર સહિત જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે    સૈલેસ્ટીઅન વેસ્ટ મેનેજમેન્ટ ની ટીમ તેમજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ખપેડ, તેમજ તેમની ટીમે નગરપાલિકા ચોક, ઘોડાઘાડી ચોક તેમજ શાક માર્કેટમાં ચેકીંગ હાથ ધરી 10 કિલો જેટલી પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલીઓ જપ્ત કરી વેપારીઓને દંડ ફટકારી ફરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા તાકીદ કરી હતી.

 

Share This Article