Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ…મધ્ય પ્રદેશથી દાહોદ આવેલા ફરસાણના બે કારીગરો તેમજ બહારગામથી આવેલા પરિવાર સહીત 8 વ્યક્તિઓને આરોગ્યવિભાગ દ્વારા કોરોનટાઇન કરાયાં

કોરોના સામે જંગ…મધ્ય પ્રદેશથી દાહોદ આવેલા ફરસાણના બે કારીગરો તેમજ બહારગામથી આવેલા પરિવાર સહીત 8 વ્યક્તિઓને  આરોગ્યવિભાગ દ્વારા કોરોનટાઇન કરાયાં

દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.15

દાહોદ શહેરમાં કોરોના પોઝીટીવના ત્રણ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ પણ સાવચેતીના ભાગરૂપે કોરોનાના સંક્રમણ ને વકરતો રોકવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ ને મળેલી માહિતીના આધારે શહેરના બે વિવિધ વિસ્તારોમાં આજરોજ બહારગામ થી આવેલા એક પરિવાર સહીત 8 લોકોને કોરોનટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણકારીઓ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

કોરોના મહામારીને વધુ રોકવા આરોગ્યવિભાગ સહીત સંલગ્ન વિભાગો તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે ઇન્દોરથી દાહોદ આવેલી 9 વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલા હેલ્થ કર્મીનો ગઈકાલે કોરોના સંક્રમિત હોવાનું સપાટી પર આવ્યું હતું અને જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કર્મચારીની હિસ્ટ્રીના આધારે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસીંગ કરી રહી હતી ત્યારે ગત તારીખ 8મીએ રાજસ્થાનના ભવાનીમંડી ખાતે જઈ આવેલા ગરબાડાના ભીલવાના યુવકનો કોરોના સંક્રમિત હોવાનું ઘસ્ફોટક થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ યુવકના સંપર્ક આવેલા લોકોની ટ્રેસીંગ પ્રકિયા દરમિયાન આરોગ્ય વિભાગને સૂચના મળી હતી કે ગોદીરોડ ગણેશ સોસાયટીમાં મધ્ય પ્રદેશના રાજગઢથી ફરસાણ બનાવવા માટે બે કારીગરો આવ્યાની જાણ થતાં પોલિસ તેમજ આરોગ્ય વિભાગની ટીમે તાબડતોડ ગણેશ સોસાયટી ખાતે પહોંચી બન્ને કારીગરોની ટ્રાવેલ હિસ્ટ્રીની જાણકારી મેળવી ઉપરોક્ત કારીગરોના સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલી બન્નેને કોરોનટાઇન કારી દેવામાં આવ્યા હતા.જયારે ગોધરારોડ સિદ્ધેશ્વરી સોસાયટીના રહેવાસી એક પરિવારની નાની બાળકી બીમાર થતાં તેણે સારવારઅર્થે વડોદરા ખાતે મોકલી હતી.ત્યારે આજરોજ બાળકી પરિવારના સભ્યો જોડે એમ્બ્યુલ્સ મારફતે દાહોદ આવી હતી.જોકે વડોદરા કોરોના માટે હોટસ્પોટ હોવાથી તાબડતોડ આરોગ્ય વિભાગ તેમજ પોલિસે તાબડ્તોડ ગોધરારોડ સિધેશ્વરી સોસાયટી ખાતે પહોંચી બાળકી સહીત પરિવારના 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી મેળવી તેઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી તેઓને કોરોનટાઇન કરવામાં આવ્યા હતા.

આમ કોરોના સંક્રમણને વધુ વકરતો રોકવા તેમજ સાવચેતીના ભાગરૂપે બે કારીગરો તેમજ પરિવાર સહીત 8 લોકોને કોરોનટાઇન કર્યું હોવાની પ્રાથમિક માહિતી આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

error: Content is protected !!