Saturday, 24/07/2021
Dark Mode

કોરોનાનો ખતરો….. બાળકીના સંપર્કમાં આવેલા હેલ્થ સુપરવાઇઝર કોરોના સંક્રમિત થયા:કોરોનટાઇન કરાયેલા 36 પૈકી 23 ના રિપોર્ટ નેગેટિવ:એક પોઝીટીવ:12ના રિપોર્ટ બાકી

કોરોનાનો ખતરો….. બાળકીના સંપર્કમાં આવેલા હેલ્થ સુપરવાઇઝર કોરોના સંક્રમિત થયા:કોરોનટાઇન કરાયેલા 36 પૈકી 23 ના રિપોર્ટ નેગેટિવ:એક પોઝીટીવ:12ના રિપોર્ટ બાકી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૩
દાહોદ શહેરને કોરોના ભરડામાં ધકેલનાર ઈન્દૌરથી દાહોદ ખાતે આવેલ દફનવિધિ માટે આવેલ ઈસમો પૈકી એક ૯ વર્ષીય બાળકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ દરમ્યાન વહીવટી સહિત આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું હતુ.ત્યારે સત્તાવાર જાણવા મળ્યા અનુસાર, કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલ તમામને કોરેન્ટાઈન હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા.અને આજરોજ આ પૈકી ૨૩ ના રિપોર્ટાે આવતાં એક સુપરવાઈઝરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. આમ, હવે દાહોદમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૨ થવા પામી છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતેથી દાહોદ મુકામે દફન વિધિમાં સામેલ એક ૯ વર્ષીય બાળકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા આ પરિવારના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ૨૩ વ્યક્તિઓના રિપોર્ટાે આવતાં જેમાં કોરોનાગ્રસ્ત બાળકીને જે તે સમયે સરકારી કોરેન્ટાઈનમાં રાખવામાં આવી હતી તે સ્થળે ફરજ બજાવી રહેલ એક હેલ્થ સુપરવાઈઝર (આરોગ્ય કર્મચારી,ઉ.વ.૪૫)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાની ખબરો સાથે વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્રમાં સ્તબ્ધતાના માહૌલ સાથે જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદને કોરોનાનો બટ્ટો લગાડનાર ઈન્દોરથી દાહોદ દફનવિધિમાં આવેલી  9 વર્ષીય બાળકી ના સંપર્કમાં આવેલા હેલ્થ સુપરવાઈઝરને ચેપ લાગ્યો :હેલ્થ સુપરવાઈઝરની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે રેન્ડમ ટેસ્ટિંગ અનિવાર્ય:આરોગ્ય વિભાગે 36 લોકોના ટેસ્ટિંગ કરતાં તે પૈકી 23ના રિપોર્ટ નેગેટિવ અને 1સંક્રમિત, 12 નો રિપોર્ટ બાકી   

દાહોદ ખાતે નાનાની દફનવિધિ માટે આવેલ પરિવાર પૈકી એક 9 વર્ષની બાળકીને ગત બુધવારના રોજ કોરોના પોઝિટિવ આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો એટલું જ નહીં ઇન્દોર થી દાહોદ ખાતે દફનવિધિ માં આવેલ પરિવાર પૈકી કોરોનાનું આગમન કરાવનાર આ બાળકી એકલી જ પોઝિટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.પરંતુ આ બાળકીના સંપર્કમાં આવેલા ઈસમો કોરોનટાઇન હતા તમામ ઈસમો પૈકી કેટલાક આરોગ્ય કર્મચારીઓ સહિતના લોકોનું તંત્ર દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.ગઈકાલે લીધેલા 36 સેમ્પલ પૈકી 23 જેટલા સેમ્પલો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે એક આરોગ્ય કર્મચારી એટલે કે સુપરવાઈઝર કે.જે ગત બુધવારના રોજ કોરોનટાઇન કરાયેલા ઇન્દોરના પરિવારને જ રાખવામાં આવ્યો હતો. ત્યાંજ ઓન ડ્યુટી હતા અને આજે પાંચ દિવસ પછી તેને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે એટલું જ નહીં કોરોના પોઝિટિવ આવેલા આરોગ્ય કર્મચારી પાંચ દિવસ સુધી ફરજ પર હતા કે કેમ?  અને હતા તો કોને કોને મળ્યા છે?  ક્યાં કામગીરી કરતા હતા? તે પણ તંત્ર એ યુદ્ધના ધોરણે તપાસ આરંભી છે દાહોદમાં અન્ય એક કેસ પોઝિટિવ આવ્યાની વાત વાયુવેગે ગામમાં ફેલાતા એ પ્રકારનો છૂપો ડર ફેલાઈ જવા પામ્યો છે એટલું જ નહીં આ ઈસમ કોણ કયા વિસ્તારનો વિગેરે વાતોને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે.જ્યારે બીજી તરફ આજે કોરોના પોઝિટિવ આવેલા આ ઈસમની કોન્ટેક લિસ્ટ ની તપાસ પણ ખૂબ જ ગહન રીતે કરવામાં આવી રહી છે દાહોદ ખાતે આજરોજ પોઝિટિવ આવેલા અન્ય કેસમાં આ સુપરવાઇઝર એટલે કે આરોગ્ય કર્મચારી ખરેખર કોન ટાઈલ હતો  તે ડ્યુટી અલગ અલગ જગ્યાએ બજાવતો હતો એક તપાસનો વિષય થઈ ગયો છે અને જો પ્રથમ દિવસથી જ આ કર્મચારીને કોરોનટાઇન રખાયો હતો અને જો કોરોનટાઇન ન રખાયો હોય તો તેને ક્યા ક્યા ફરજ બજાવી છે?  કોની કોની સાથે સંપર્કમાં આવ્યા છે? એ પણ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે એક તરફ લોકડાઉનનો આખરી દિવસ હોય દાહોદ વાસીઓ પોતાને અનેક છૂટ મળશે અને દાહોદમાં અન્ય કોઈ જોખમ ન હોવાનું કારણ સ્વયં લોકો ના મનમાં રમતું હતું હતું તેવા સમયે આ નવ વર્ષની બાળકી ના સંપર્કમાં આવેલ અન્ય એક ઈસમ પોઝિટિવ આવતા હવે દાહોદ માટે અનેક પ્રશ્નાર્થો ઉભા થવા પામ્યા છે.

error: Content is protected !!