Saturday, 20/04/2024
Dark Mode

ઝાલોદ પંથકમાં તરખાંટ મચાવતી વાહનચોર ટોળકી:પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે એક જ રાતમાં ત્રણ બાઈકો ઉઠાતરી…

June 17, 2021
        1869
ઝાલોદ પંથકમાં તરખાંટ મચાવતી વાહનચોર ટોળકી:પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે એક જ રાતમાં ત્રણ બાઈકો ઉઠાતરી…

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઝાલોદ પંથકમાં તરખાંટ મચાવતી વાહનચોર ટોળકી:પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે એક જ રાતમાં ત્રણ બાઈકો ઉઠાતરી

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી મોટરસાઈકલ ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી એકસાથે ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી કરી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ ઝાલોદના મુવાડા રામજી મંદિર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી મેના રોજ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે પટેલ ફળિયામાં રહેતાં નિલેશભાઈ બાબુભાઈ વસૈયા મુવાડા ગામે આવ્યાં હતાં અને ત્યાંજ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નિલેશભાઈ બાબુભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમડી નગરના ડબગરવાસ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી જુનના રોજ આજ વિસ્તારમાં રહેતાં હુસૈનભાઈ રસુલભાઈ ભાટીયારા અને કસુભાઈ દલાભાઈ મહીડાએ પોતપોતાની મોટરસાઈકલ આજ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે હુસૈનભાઈ રસુલભાઈ ભાટીયારાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!