ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ નજીક દારૂ ભરેલી ઈનોવા કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઈનોવા કાર ખાડામાં પલટી ખાઈ ગઈ હતી અંધારાનો લાભ લઇ લોકો દારૂ ની લૂંટ ચલાવતા આશ્ચર્ય સર્જાયું હતું ફતેપુરા પોલીસ ઘુઘસ થી ગાડીનો પીછો કરતી હોવાનું જાણવા મળ્યું હતું
ફતેપુરા તાલુકાના ક્રોસિંગ નજીક સંતરામપુર હાઈવે પર ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઈનોવા કાર ગટરમાં પલ્ટી ખાઇ ગઇ હતી ઈનોવા કારમાં દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો રાજસ્થાન દારૂ ભરી ઘુઘસ ના રસ્તે આવી રહી હતી ત્યારે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ હાર્દિક દેસાઈ તેમનો પીછો કરી રહ્યા હતા કાર ઢઢેલી વાળા રસ્તે થઈ અને ક્રોસીંગ થી સંતરામપુર તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતી બાઈક ને ટક્કર મારી હતી. ઈનોવા કાર ગટરમાં પલ્ટી ખાતા દારૂનો જથ્થો રેલમછેલ થઈ ગયો હતો જેમાં અંધારાનો લાભ લઈ કેટલાક લોકોએ દારૂ ની લૂંટ ચલાવી હતી અને કેટલાક લોકો ગાડીમાં ભરીને પણ દારૂ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તાર સંતરામપુર પોલીસ મથકની હદમાં આવતો હોવાથી સંતરામપુર પોલીસ દ્વારા સ્થળ પર આવી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.